નવી દિલ્હી9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સે વધુ એક પોર્ટ ખરીદ્યું છે. એક્સચેન્જ પર જાહેર કરવામાં આવેલી માહિતીમાં, કંપનીએ કહ્યું કે તેણે ગોપાલપુર પોર્ટ્સમાં 95% હિસ્સો ખરીદ્યો છે. આ ડીલ 3080 કરોડ રૂપિયામાં થઈ છે. અદાણી પોર્ટ્સનું આ 14મું પોર્ટ હશે.
અદાણી પોર્ટ્સે શાપૂરજી પલોનજી પોર્ટ મેન્ટેનન્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 56% હિસ્સો ખરીદ્યો છે. શાપૂરજી પલોનજી પોર્ટ મેન્ટેનન્સ પ્રાઈવેટ લિમિટેડ એ શાપૂરજી પલોનજી ગ્રુપનો જ એક ભાગ છે. આ સિવાય અદાણી પોર્ટ્સે ઓરિસ્સા સ્ટીવડોર્સ લિમિટેડ પાસેથી 39% હિસ્સો ખરીદ્યો છે.
એક્સચેન્જ પર જાહેર કરવામાં આવેલી માહિતીમાં, કંપનીએ કહ્યું કે તેણે ગોપાલપુર પોર્ટ્સમાં 95% હિસ્સો ખરીદ્યો છે.
ગોપાલપુર પોર્ટ પરથી ઘણા કાર્ગોનું સંચાલન થાય છે
આ પોર્ટ પર ઘણા પ્રકારના ડ્રાય બલ્ક અને બ્રેક બલ્ક કાર્ગોનું સંચાલન કરવામાં આવે છે. તે ડીપ ડ્રાફ્ટ, મલ્ટિ-કાર્ગો પોર્ટ છે. તે લોખંડ, કોલસો, ચૂનાના પત્થર, ઇલમેનાઇટ રેતી અને એલ્યુમિનિયમ સહિત ડ્રાય બલ્ક કાર્ગોના વિવિધ મિશ્રણને સંભાળે છે.
આ પોર્ટ્સ પર ઘણા પ્રકારના ડ્રાય બલ્ક અને બ્રેક બલ્ક કાર્ગોનું સંચાલન કરવામાં આવે છે.
અદાણી ગ્રુપ ભારતનું સૌથી મોટું પ્રાઈવેટ પોર્ટ ઓપરેટર છે
અદાણી પોર્ટ્સ એ ભારતનું સૌથી મોટું પ્રાઈવેટ પોર્ટ ઓપરેટર અને એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ પ્રોવાઈડર છે. બે દાયકાથી ઓછા સમયમાં, તેણે સમગ્ર ભારતમાં પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓનો પોર્ટફોલિયોનું નિર્માણ, હસ્તગત અને વિકાસ કર્યો છે.
હાલમાં, તેના 13 પોર્ટ અને ટર્મિનલ્સ દેશની પોર્ટ કેપિસિટીના લગભગ 24%નું પ્રતિનિધિત્વ કરે છે. તેની ક્ષમતા 580 MMTPA છે. તેને 26 મે 1998ના રોજ ઈનકોર્પોરેટ કરવામાં આવ્યું હતું. અગાઉ તેનું નામ ગુજરાત અદાણી પોર્ટ લિમિટેડ (GAPL) હતું.
કંપનીના શેરમાં તેજી
અદાણી પોર્ટ્સના શેરમાં આજે 1.50%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે રૂ.19.25ના વધારા સાથે રૂ.1,300.85 પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં અદાણી પોર્ટ્સના શેરમાં 107%નો વધારો જોવા મળ્યો છે.
કંપનીના શેરની સ્થિતિ 12:52 વાગ્યે છે.