- Gujarati News
- Business
- Big Business Selling Christmas Trees During Christmas, 50% Profit Even Against High Cost Of Planting
ન્યૂજર્સી3 કલાક પેહલા
- કૉપી લિંક
- નોર્વે સ્પ્રૂસ ક્રિસમસ ટ્રીને 7 ફૂટ સુધી વધવામાં 10 વર્ષથી પણ વધુ સમય લાગે છે
ન્યૂજર્સીના બેલવીડિયર વિસ્તારમાં લગભગ 90 એકર જમીનના માલિક જૉન વાઇકૉફ આ વર્ષે પોતાના સૌથી નફાકારક પાકની લણણીમાં વ્યસ્ત છે. આ પાક છે નોર્વે સ્પ્રૂસ ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રીની આ પ્રજાતિને તેની સરેરાશ 7 ફૂટની ઊંચાઇ સુધી પહોંચવામાં 10 વર્ષ સુધીનો લાંબો સમય લાગે છે. તેમનો પરિવાર મિડટાઉન મેનહટનથી લગભગ 90 મિનિટની ડ્રાઇવ પર પોતાની ખેતીમાં છેલ્લા 70થી પણ વધુ વર્ષોથી ક્રિસમસ ટ્રી વાવી રહ્યા છે. જૉન વાઇફૉકના દાદાએ 1950ના દાયકામાં આ બિઝનેસ શરૂ કર્યો હતો.
તેની શરૂઆત 70 એકરમાં વાર્ષિક 10,000 છોડની વાવણીથી થાય છે. ખાતર અને જમીનની સાફ સફાઇ પહેલા આ વર્ષે તેનો ખર્ચ 41.56 લાખ રૂપિયા હતો. આ ક્રિસમસ ટ્રીને લગાવવાના ખર્ચમાં સૌથી વધુ લગભગ 30% હિસ્સો શ્રમનો હોય છે. દર વર્ષે લણણીથી લઇને અને આકાર આપવાથી લઇને થેંક્સગિવિંગ બાદ પાક લેવા સુધી 40 લોકો કામ કરે છે. આ વૃક્ષો માટે દર વર્ષે લગભગ 35000 ડૉલર (અંદાજે 29 લાખ રૂપિયા)નો ખાતરનો ખર્ચ થાય છે.
ગ્રાહક દ્વારા વૃક્ષની પસંદગી બાદ, ફાર્મ હાઉસના કર્મચારી વૃક્ષોની ખરાબ ડાળીઓને હટાવે છે અને બેલર મશીનનો ઉપયોગ કરીને તેને સુતળીની જાળમાં લપેટે છે. આ વર્ષે, વાઇકૉફે સુતળીના 12 બોક્સ માટે 1.15 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. પાંચ બેલર મશીન, જેમનો કુલ ખર્ચ 69,000 ડૉલર (57.36 લાખ રૂપિયા) છે, ગ્રાહકોની કાર પાસે તહેનાત કરાય છે, જ્યાં બે કર્મચારી પ્રત્યેક વૃક્ષને આધારથી પહેલા ફરતા સિલિન્ડરમાં સ્લાઇડ કરે છે. તદુપરાંત આ ક્રિસમસ ટ્રીના ફાર્મિંગમાં પણ વધુ ખર્ચ થાય છે.
મિસ્ટર વાઇકૉફની પાસે એક ડઝન ટ્રેક્ટર છે, જેમાં 2002નું એક જૂનું મૉડલ પણ સામેલ છે, જેમણે તેઓએ ગત વર્ષે 80,000 ડૉલર (66.51 લાખ રૂપિયા)માં ખરીદ્યું હતું. ક્રિસમસ ટ્રી ધીરે ધીરે વધે છે અને દર વર્ષે લગભગ 12 થી 14 ઇંચ વધે છે અને બીજના વાવેતરથી લઇને લણણી સુધી 10 વર્ષ લાગી શકે છે. તાજેતરના આંકડાઓ અનુસાર અમેરિકામાં 2017માં 15,000 ક્રિસમસ ટ્રી ફાર્મ હતા. જેમનું કુલ વેચાણ 3,126 કરોડ રૂપિયા હતું.
સૌથી વધુ ખર્ચ છતાં સૌથી વધુ નફો આપનારો પાક મકાઇ અને સોયાબીન જેવા પાકથી વિપરીત, વિસ્તારના ખેડૂતો માટે ક્રિસમસ ટ્રી એક સારો નફો આપતો પાક છે. વાઇકૉફને આ વર્ષે 7,000 વૃક્ષના વેચાણની આશા છે. ગત વર્ષે તેમણે 5,000 વૃક્ષનું વેચાણ કર્યું હતું. આ વર્ષે તેમણે વૃક્ષની કિંમત 1 ડૉલર પ્રતિ ફૂટ વધારીને 15 ડૉલર કરી છે. એટલે કે 7 ફૂટની વૃક્ષ આ વર્ષે 105 ડૉલર (8,730 રૂપિયા)નું છે. એટલે કે આ વર્ષે વૃક્ષ વેચીને વાઇકૉફ 6 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરશે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના બાગાયતના પ્રોફેસર અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંત બર્ટ ક્રેગ અનુસાર ખેડૂતો પ્રત્યેક વૃક્ષ પર 50% સુધી નફો રળી શકે છે. જો કે વાઇકૉફ અનુસાર તેમને 20% નફો મળે છે. તેને પણ સાચો માનીએ તો વાઇકૉફ અંદાજે 1.2 કરોડથી વધુની કમાણી કરશે.