નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- દેશનું દેવું જીડીપીના 100% થઇ જશે, IMFએ ચિંતા દર્શાવી
દેશ પર સતત વધી રહેલા દેવાને જોતા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) ચેતવણી આપી છે. આઇએમએફે કહ્યું કે દેવું આ જ ઝડપથી વધતું રહેશે તો ટૂંક સમયમાં જ જીડીપીના 100% પણ વધી જશે. જો કે, ભારત સરકાર દેવાને લઇને વધુ ચિંતિત નથી. તેમનું કહેવું છે કે સૉવરિન ડેટ રિસ્ક ખૂબ જ મર્યાદિત છે. તેનું વધવાનું કારણ માત્ર સરકાર દ્વારા કરાયેલી નોટબંધી હતી. તેની સિવાય કોઇ કારણ નથી. હવે તે ઘટી રહ્યું છે. દેશનો જીડીપી ટૂ ડેટ રેશિયો 2005-06માં 81% હતો. જે 2021-22માં તે 84% સુધી વધ્યો છે. જો કે, ત્યારબાદ 2022-23માં તે ફરીથી ઘટીને 81% થઇ ગયો. IMF અનુસાર તેનાથી લાંબી મુદતમાં દેવું વધવાનું જોખમ બની રહેશે, કારણ કે દેશને કુદરતી આફતો તેમજ ક્લાઇમેટ ચેન્જ જેવા જોખમોથી બચવા માટે મોટા રોકાણની જરૂરિયાત છે.
દેશને જરૂર છે કે તે સસ્તી લોનનો વિકલ્પ શોધે. સાથે જ ખાનગી ક્ષેત્રનું રોકાણ વધે. જો કે, વિકસિત દેશો પર નજર કરીએ તો જાપાન પર પોતાની કુલ જીડીપીના 214%, ઇટલી પર 141%, અમેરિકા પર 110% અને ઇંગ્લેન્ડ પર 101% દેવું છે. વર્ષ 2020માં કોવિડ દરમિયાન દેશનું દેવું જીડીપીની તુલનામાં 88.53% સુધી પહોંચી ગયું હતું. હવે તે ઘટીને 81.89% થઇ ગયું છે. કેન્દ્ર સરકારના અનુમાન અનુસાર વર્ષ 2028 સુધી તે દેવું જીડીપીની તુલનામાં 80.5%ના સ્તર સુધી નીચે આવી જશે.
- તમામ રાજ્યોએ ઓક્ટોબર સુધી કુલ 2.75 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે.
- RBIના ઉધારના કેલેન્ડરના આધાર પર મનાય છે ચાલુ વર્ષમાં આ રકમ 5.5 લાખ કરોડથી વધુ હશે.
- 2022-23માં માર્કેટથી લોન 5.18 લાખ કરોડ હતી. 2021-22માં રાજ્યોએ 4.92 લાખ કરોડ રૂ. લીધા હતા.
- માર્ચ 2022-23માં દેશ પર કુલ 152.61 લાખ કરોડ રૂ. દેવું હતું. કેન્દ્રના બજેટના અનુમાન અનુસાર તે 11% વધી જશે.
- 2023-24માં દેશની રાજકોષીય ખાધ વધીને 23.94 લાખ કરોડ થવાનું અનુમાન છે. વ્યાજની ચૂકવણી વધીને 10.79 લાખ કરોડ થઈ શકે છે.