- Gujarati News
- Business
- Economists Around The World Are Optimistic That The New Year Will Be Happy, Loans Will Be Cheaper And Inflation Will Also Come Down.
લંડન1 કલાક પેહલા
- કૉપી લિંક
- વર્ષ 2024માં પણ વૈશ્વિક સ્તરે ભારતના આર્થિક વિકાસદરનો ગ્રાફ યથાવત્ રહેશે
વર્ષ પૂર્ણ થવાને આરે છે અને વર્ષ 2024ને લઇને અનુમાનનો સિલસિલો જારી છે. પરંતુ વર્ષ 2023ને લઇને જે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું, તેમાંથી મોટા ભાગનું અનુમાન ખોટું સાબિત થયું હતું. મંદી અને મોંઘવારીને લઇને જે ડર દેખાડવામાં આવ્યો હતો તે એટલો ભયાનક ન હતો. કેટલાક યુરોપિયન દેશને છોડીને મોટા ભાગના અર્થતંત્રો મંદીથી બચવામાં સક્ષમ રહ્યા હતા, ભલે પછી વૈશ્વિક અર્થતંત્ર ધીમુ રહ્યું હોય. દરમિયાન, વર્ષ 2024 માટે મહત્તમ અર્થશાસ્ત્રી એ વાત પર એકમત જણાઇ રહ્યા છે કે મોંઘવારીમાં ઘટાડો થશે અને વ્યાજદરોમાં ઘટાડો થશે, પછી ભલે તે વર્ષના બીજા છ મહિના દરમિયાન થાય.
નવા વર્ષને લઇને કેટલીક આશાઓ ઉપરાંત આશંકાઓ પણ છે. અર્થાત્ ફ્રાન્સની ESSEC બિઝનેસ કોલેજ અનુસાર નવું વર્ષ આર્થિક રીતે ઉથલપાથલથી ભરેલું રહેશે. મોટા ભાગના અર્થતંત્રનું પ્રદર્શન સરેરાશ રહેશે. જ્યારે ગોલ્ડમેન સાક્સ રિસર્ચને આશા છે કે વૈશ્વિક અર્થતંત્ર 2024માં આશા કરતાં સારું પ્રદર્શન કરશે, જેવું કે વર્ષ 2023માં થયું હતું. એક રસપ્રદ વાત એ છે કે ભારત સૌથી ઝડપી જીડીપી ગ્રોથની સાથે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાઓની વચ્ચે એક આશાનું કિરણ બની રહેશે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ વૈશ્વિક વિકાસના પ્રમુખ એન્જિનના રૂપમાં ભારતને ચીનનો વિકલ્પ માને છે. પરંતુ વર્ષ 2024 મેક્રો ઇકોનોમી માટે એક બેનર વર્ષ બની રહેશે કે નહીં તે કહેવું મુશ્કેલ બની રહેશે.
અમેરિકા: પૂર્વાનુમાનો અનુસાર અમેરિકા એક તરફથી સૉફ્ટ લેન્ડિંગ હાંસલ કરશે અને આર્થિક મંદીને ટાળશે. પરંતુ લેબર માર્કેટમાં નરમાઇ વધવાના લક્ષ્ણ જોવા મળી રહ્યા છે. કોવિડ દરમિયાન જારી કરાયેલા પ્રોત્સાહન ચેકથી ગ્રાહક ખર્ચમાં થયેલો વધારો પણ હવે ઘટી રહ્યો છે.
યુરોપ: નજીકના ભવિષ્યમાં તો યુરોપિયન મજબૂતની સંભાવના નબળી જોવા મળી રહી છે. મહામારી બાદ સરકારી ખર્ચના બોજથી ખાનગી ક્ષેત્રમાં આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોષીય ખર્ચ તેમજ નિયામક પરનો બોજ હળવા કરવા જેવા સુધારાનો લાભ મળવામાં હજુ સમય લાગશે.
ચીન: ચીનના અર્થતંત્રની મંદી પણ સતત વધી રહી છે. ચીન ભલે પોતાના હાઉસિંગ માર્કેટમાં થયેલા ઘટાડાને સંભાળવામાં સફળ રહ્યું હોય પરંતુ સર્વિસ સેક્ટરનો ગ્રોથ જે છેલ્લા કેટલાક સમયથી રિકવર થઇ રહ્યો હતો, તેમાં ફરીથી ઘટાડો થઇ રહ્યો છે. નિકાસમાં પણ ઘટાડાના અણસાર છે. પ્રાઇવેટ સેક્ટરમાં દખલગીરીની સરકારના ઇરાદામાં કોઇપણ ફેરફાર થાય તેવું લાગતું નથી.
ભારત: અન્ય પ્રમુખ અર્થતંત્રની તુલનામાં ભારતના વૃદ્ધિદરનો ગ્રાફ વાસ્તવમાં આશાસ્પદ છે. વર્ષ 2023માં જારી ભારતના આર્થિક વિકાસની ઝડપ આગામી વર્ષે પણ યથાવત્ રહેવાની આશા છે. ભારત વૈશ્વિક વિકાસ એન્જિન બનવા તરફ અગ્રેસર જોવા મળી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર ઝડપભેર આગળ વધી રહ્યું છે. વિદેશી રોકાણકારોને પણ ભારત તરફ રોકાણનો ક્રેઝ દર્શાવે છે.