નવી દિલ્હી30 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુગલ ઈન્ડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જેમિની AIએ જનરેટ કરેલા પ્રતિભાવો સામે ચેતવણી આપી છે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે ગૂગલે આઈટી એક્ટના નિયમો અને ક્રિમિનલ કોડની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.
રાજીવ ચંદ્રશેખરે X પર એક પોસ્ટને રી-શેર કરી છે. જેમા જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગૂગલનું જેમિની AI કેટલાક ગ્લોબલ લીડર વિશે પૂછવામાં આવતા સવાલોનો ખોટો જવાબ આપે છે, જેમાં PM મોદીનો પણ સમાવેશ પણ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે યુઝરના સવાલ પર જેમિની AIનો જવાબ.
ગૂગલે ક્રિમિનલ કોડની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું: રાજીવ ચંદ્રશેખર
રાજીવ ચંદ્રશેખરે તેમની પોસ્ટમાં લખ્યું, ‘આ IT એક્ટના મધ્યસ્થી નિયમો (IT નિયમો)ના નિયમ 3(1)(B)નું સીધું ઉલ્લંઘન છે અને ક્રિમિનલ કોડની ઘણી જોગવાઈઓનું પણ ઉલ્લંઘન છે.’
ગૂગલનું જેમિની AI ટીકાઓનું સામનો કરી રહ્યું છે
ઇતિહાસના કેટલાક ભાગોને પણ ખોટી રીતે રજૂ કરવા બદલ ગૂગલનું જેમિની AI ટીકાનો સામનો કરી રહ્યું છે. ઘણા જેમિની AI વપરાશકર્તાઓએ ઐતિહાસિક રીતે ખોટા કન્ટેન્ટની ઇમેજ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
જેમિનીમાં આવતી સમસ્યાઓને ઠીક કરવા કામ કરી રહ્યા છીએ: Google
આ અંગે ગૂગલે કહ્યું હતું કે અમે જેમિનીના ઈમેજ જનરેશન ફીચરમાં આવી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે પહેલેથી જ કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન અમે ઇમેજ જનરેશનને રોકીશું અને ટૂંક સમયમાં સુધારેલ સંસ્કરણને ફરીથી રિલીઝ કરીશું.
ગૂગલે 3 મહિના પહેલા જેમિની લોન્ચ કર્યું હતું
ગૂગલે ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે 3 મહિના પહેલા તેનું નવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ, જેમિની (Gemini) લોન્ચ કર્યું હતું. આ AI ટૂલ્સ માણસોની જેમ વર્તે છે. Google દાવો કરે છે કે જેમિની સમજ, તર્ક, કોડિંગ અને પ્લાનિંગ જેવા કાર્યો અન્ય મોડલ કરતાં વધુ સારી રીતે કરે છે.
કંપનીના CEO સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ ગૂગલમાં AIના નવા યુગની શરૂઆત છે. જેમિની એ Googleનું નવીનતમ લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) છે. પિચાઈએ તેને પહેલીવાર જૂનમાં I/O ડેવલપર કોન્ફરન્સમાં માહિતી આપી હતી.
જેમિની મેસિવ મલ્ટીટાસ્ક લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ મોડલ પર આધારિત છે
જેમિની મેસિવ મલ્ટીટાસ્ક લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ મોડલ (MMLU) પર આધારિત છે. જેમિની મોડલના અલ્ટ્રા વેરિઅન્ટે તર્ક કરવું અને ઈમેજ સમજણ સહિત 32 બેન્ચમાર્ક પરીક્ષણોમાંથી 30માં ChatGPT 4થી સારું પ્રદર્શન કર્યું છે. જેમિની પ્રોએ 8માંથી 6 બેન્ચમાર્ક પરીક્ષણોમાં ChatGPTના ફ્રી વર્ઝન GPT 3.5થી સારિં પ્રદર્શન કર્યું છે.
મોટા ડેટાસેટ્સમાંથી તાલીમ મેળવે છે LLM
લાર્જ લેંગ્વેજ મૉડલ એ ડીપ લર્નિંગ અલ્ગોરિધમ છે. તેમને મોટા ડેટાસેટ્સનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવી છે. તેથી જ તેમને લાર્જ કહેવાય છે. આ તેમને અનુવાદ કરવામાં, અનુમાન લગાવવા ઉપરાંત ટેક્સ્ટ અને અન્ય સામગ્રીને જનરેટ કરવામાં સક્ષમ કરે છે.
લાર્જ લેંગ્વેજ મોડલને ન્યુરલ નેટવર્ક્સ (NNs) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માનવ મગજથી પ્રેરિત કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ છે. લાર્જ લેંગ્વેજ મોડલને પ્રોટીન સ્ટ્રક્ચરને સમજવું, સૉફ્ટવેર કોડ લખવું વગેરે જેવા ઘણા કાર્યો માટે તાલીમ આપી શકાય છે.