નવી દિલ્હી22 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 23 એપ્રિલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂપિયા 1,134 ઘટીને 71,741 રૂપિયા થયું છે. તેમજ, એક કિલો ચાંદી 1,667 રૂપિયા સસ્તી થઈ છે. તે 79,887 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહીછે.
4 મેટ્રો અને ભોપાલમાં સોનાનો ભાવ
- દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,300 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,310 રૂપિયા છે.
- મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,150 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,160 રૂપિયા છે.
- કોલકાતા: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,150 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 72,160 રૂપિયા છે.
- ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,000 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,100 રૂપિયા છે.
- ભોપાલ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,200 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,210 રૂપિયા છે.
આ વર્ષે સોના અને ચાંદીમાં શાનદાર તેજી રહી છે
IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 8,389 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું રૂ. 63,352 હતું, જે હવે રૂ. 71,741 પ્રતિ 10 ગ્રામ છે. તેમજ, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 79,887 રૂપિયા થઈ ગઈ છે.
આ વર્ષે અત્યાર સુધી સોના-ચાંદીનો ટ્રેન્ડ રહ્યો છે
તારીખ | સોનાની કિંમત | ચાંદીની કિંમત |
1 જાન્યુઆરી | 63,302 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 73,395 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
23 એપ્રિલ | 71,741 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 79,887 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
2030 સુધીમાં સોનાની કિંમત 1.68 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે
વિઘ્નહર્તા ગોલ્ડના ચેરમેન મહેન્દ્ર લુનિયાના જણાવ્યા અનુસાર 2030 સુધીમાં સોનાની કિંમત 1.68 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સોનાના ભાવમાં વધારો થવાના કારણોમાં ભૌગોલિક રાજકીય તણાવથી લઈને વૈશ્વિક આર્થિક મંદી જેવા ફેકટર્સ છે.