મુંબઈ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
Hyundai Indiaની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO 15 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 17 ઓક્ટોબર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 22 ઓક્ટોબરે માર્કેટમાં લિસ્ટ થશે. કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ 1,865-1,960 રૂપિયા નક્કી કરી છે. આ માટે ઓછામાં ઓછી 13,720 રૂપિયાની બોલી લગાવવી પડશે.
કંપની આ IPO દ્વારા રૂ. 27,870 કરોડ એકત્ર કરવા માગે છે. Hyundai Motor Indiaનો આ ઈશ્યુ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. અત્યાર સુધી આ સિદ્ધિ ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના નામે છે, જે 2022 માં રૂ. 21,000 કરોડના IPO સાથે આવી હતી.
આ IPO હેઠળ, નવા શેર જાહેર કરવામાં આવશે નહીં, તેના બદલે કંપનીના પ્રમોટર્સ 14.22 કરોડ વર્તમાન શેર્સ ઑફર ફોર સેલ (OFS) દ્વારા વેચશે. કંપનીના જણાવ્યા અનુસાર 14.22 કરોડ ઇક્વિટી શેર જેની ફેસ વેલ્યુ રૂ. 10 છે તે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.
લઘુત્તમ રોકાણ રૂ. 13,720નું રહેશે તમે Hyundai Motorના IPOમાં ₹ 1865-₹ 1960ના પ્રાઇસ બેન્ડમાં અને 7 શેરના લોટમાં રોકાણ કરી શકશો. તદનુસાર જો તમે અપર બેન્ડ પર બિડ લગાવો છો, તો તમારે ઓછામાં ઓછા 13,720 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હ્યુન્ડાઈના કર્મચારીઓને દરેક શેર પર 186 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
ઇશ્યૂનો 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB), 15% નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અને 35% રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. IPO હેઠળ શેરની ફાળવણી 18 ઓક્ટોબરના રોજ આખરી થશે. ત્યારબાદ 22મી ઓક્ટોબરે BSE અને NSE પર એન્ટ્રી થશે.
Hyundai Motor India ચોથી સૌથી મોટી લિસ્ટેડ ઓટો કંપની હશે હ્યુન્ડાઈ મોટર ભારતના શેરબજારમાં લિસ્ટેડ થનારી ચોથી સૌથી મોટી કંપની હશે. મારુતિ-સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પછી આ ચોથી સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની હશે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા મારુતિ પછી દેશની બીજી સૌથી મોટી કાર કંપની છે.
ભારતમાં 20 વર્ષમાં ઓટોમેકર કંપનીનો પ્રથમ IPO આ IPO 20 વર્ષમાં ભારતમાં ઓટોમેકર કંપનીની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર હશે. અગાઉ મારુતિ સુઝુકીનો IPO 2003માં આવ્યો હતો. મારુતિ સુઝુકી ઈન્ડિયા પછી હ્યુન્ડાઈ દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની છે.
સ્થાનિક બજારમાં હ્યુન્ડાઈનો 14.6% હિસ્સો છે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા દેશની બીજી સૌથી મોટી OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેકર) અને પેસેન્જર વાહનોની બીજી સૌથી મોટી નિકાસકાર છે. સ્થાનિક બજારમાં તેનો હિસ્સો 14.6% છે. સપ્ટેમ્બર મહિનામાં તેણે 64,201 વાહનોનું વેચાણ કર્યું હતું જે વાર્ષિક ધોરણે 10% ઓછું હતું. આ વર્ષે 2024 સુધીમાં, કંપનીએ 5.77 લાખ વાહનોનું વેચાણ કર્યું છે જે વાર્ષિક ધોરણે લગભગ સપાટ છે.
કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2022માં તેનો ચોખ્ખો નફો રૂ. 29.02 કરોડ હતો, જે આગલા નાણાકીય વર્ષ 2023માં વધીને રૂ. 47.09 કરોડ અને નાણાકીય વર્ષ 2024માં રૂ. 60.60 કરોડે પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક વાર્ષિક 14% કરતા વધુના ચક્રવૃદ્ધિ દર (CAGR)થી વધીને રૂ. 713.02 કરોડ થઈ હતી. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 વિશે વાત કરીએ તો, તેણે એપ્રિલ-જૂન 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 14.90 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 175.68 કરોડની આવક હાંસલ કરી છે.