22 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
વૈશ્વિક બજારોમાં તેજી સાથે અમેરિકી શેરબજારમાં ગુગલની પેરન્ટ આલ્ફાબેટ અને માઈક્રાસોફ્ટના પ્રોત્સાહક પરિણામને લઈ ફયુચર્સમાં મજબૂતી છતાં સ્થાનિક સ્તરે ભારતીય શેરબજારોમાં વિપરીત ચાલે મોટું પ્રોફિટ બુકિંગ નોંધાતા છ ટ્રેડિંગ સેશનમાં સુધારા બાદ સપ્તાહના અંતે ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ઓટો જાયન્ટ મારુતિ સુઝુકીના સારા પરિણામ અને આઈટી કંપનીઓ ટેક મહિન્દ્રા, વિપ્રો સહિતમાં સારા પરિણામે મજબૂતીએ મોટું ધોવાણ અટક્યું હતું અને બીએસઈ સેન્સેક્સ 609 પોઈન્ટના ઘટાડા સાથે 73730 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 78 પોઈન્ટના ઘટાડા સાથે 22575 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 157 પોઈન્ટના ઉછાળા સાથે 48475 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓના પરિણામો પાછળ તેજી અને બેંકિંગ-ફાઈનાન્સ કંપનીઓના પણ એકંદર સારા પરિણામો છતાં ફંડોએ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વમાં કડાકા સાથે ઈન્ડસઈન્ડ બેંકના રિઝલ્ટ પાછળ કડાકો બોલાવી દીધો હતો, જો કે છતાં ઘણાં શેરોમાં ઉછાળે સાવચેતીમાં વેચવાલી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી જોવા મળી હતી.
બજારની ભાવિ દિશા… મિત્રો, દેશનું અર્થતંત્ર હાલમાં જ્યારે સારી સ્થિતિમાં છે ત્યારે ક્રુડ તેલના ઊંચા ભાવ અને ડોલર સામે રૂપિયામાં આવી રહેલી નબળાઈને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં રાજકોષિય ખાધમાં વધારો થવાની શકયતા નકારાતી નથી. રાજકોષિય ખાધમાં વધારાની સ્થિતિ દેશ પરના દેવાબોજમાં વધારો કરાવશે જે છેવટે દેશના ક્રેડિટ રેટિંગ્સ પર અસર કરી શકે છે. દેશની રાજકોષિય ખાધને નિયંત્રણમાં રાખવા સરકાર પાસે આવક ઊભી કરવાના કેટલાક સ્રોતોમાંનો એક માર્ગ જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ડિસઈન્વેસ્ટમેન્ટસનો છે, પરંતુ સમાપ્ત થયેલા નાણાં વર્ષ 2023-24માં સરકારી ઉપક્રમોમાં હિસ્સાના વેચાણ મારફત સરકાર માત્ર રૂ.16507 કરોડ ઊભા કરી શકી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ અથવા ખાનગીકરણ એ એક જટિલ પ્રક્રિયા હોવાથી સરકાર તેમાં ધીમી ગતિએ આગળ વધતી રહે છે. હાલમાં ક્રુડ તેલના ઊંચા ભાવ તથા ડોલર સામે રૂપિયાની નબળાઈને ધ્યાનમાં રાખતા લોકસભાની ચૂંટણી બાદ સત્તા પર આવનારી નવી સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને આક્રમક રીતે આગળ વધારવાનો રહેશે, અન્યથા દેશની બેલેન્સ શીટસ કથળી જતા વાર નહીં લાગે. દેશના આર્થિક વિકાસને ટેકો આપવા સરકારે જંગી મૂડીખર્ચની આવશ્યકતા રહે છે જે માટેના નાણાં ઊભા કરવા જરૂરી બની રહેશે. ક્રુડ તેલના ઊંચા ભાવ નાણાં વર્ષ 2025-26 સુધીમાં રાજકોષિય ખાધ જીડીપીના 4.50%ની નીચે લાવવાના ટાર્ગેટને સિદ્ધ કરવામાં પડકારરૂપ બની શકે છે.
રાઈટ્સ લિ.
( BSE CODE – 541556 )
રાઈટ્સ લિમિટેડ એ મિનિરત્ન (કેટેગરી-I) શેડ્યૂલ ‘A’ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે જેની સ્થાપના 26 એપ્રિલ 1974માં ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. કંપની એક અગ્રણી મલ્ટિડિસિપ્લિનરી એન્જિનિયરિંગ અને કન્સલ્ટન્સી સંસ્થા છે જે ભારત અને વિદેશમાં ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કમિશનિંગ સેવાઓ અને સંકલિત સોલ્યુશન્સ માટે કસ્ટમાઇઝ્ડ સ્પર્ધાત્મક વૈવિધ્યસભર અને વ્યાપક ખ્યાલ પ્રદાન કરે છે. રાઈટ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને આવરી લે છે જેમ કે રેલ્વે, હાઈવે, એરપોર્ટ, રોપવે, શહેરી પરિવહન આંતરદેશીય જળમાર્ગો અને નવીનીકરણીય ઉર્જા વગેરે.
રાઈટ્સ એ ભારત સરકારના રેલ્વે મંત્રાલયની ભારતીય રેલ્વે મંત્રાલયની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને તેણે અત્યાર સુધીમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ અમેરિકા અને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં 55 થી વધુ દેશોમાં ગ્રાહકોને સેવા આપી છે અને હાલમાં શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ મોઝામ્બિક મોરેશિયસ અને બોત્સ્વાનામાં સેવા આપી રહી છે. રાઈટ્સ લિમિટેડને ભારત સરકારના રેલ્વે મંત્રાલય (MoR) દ્વારા સામેલ કરવામાં આવ્યું હતું અને તેને ભારતીય રેલ્વે સાથે સંકળાયેલા હોવાનો લાભ મળે છે જે વિશ્વનું ચોથું સૌથી લાંબુ રેલ નેટવર્ક છે.
રાઈટ્સ લિ. સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.16,697.38 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.6.39 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.826.15 અને ઘટીને રૂ.365.00 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 72.20% અને પબ્લિકનું હોલ્ડીંગ 27.80% આવેલ. બોનસ શેર : વર્ષ 2019 માં 1:4 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2020માં શેરદીઠ રૂ.16.00, વર્ષ 2021માં શેરદીઠ રૂ.15.00, વર્ષ 2022માં શેરદીઠ રૂ.19.50, વર્ષ 2023માં શેરદીઠ રૂ.20.25 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.4.75 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.2575.16 કરોડની તુલનાએ ઘટીને રૂ.2519.62 કરોડ મેળવીને એનપીએમ 21.06% થકી ચોખ્ખો નફો રૂ.497.10 કરોડની તુલનાએ વધીને રૂ.530.54 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.22.08 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.503.67 કરોડથી વધીને રૂ.549.27 કરોડ મેળવીને એનપીએમ 21.23% થકી ચોખ્ખો નફો રૂ.95.88 કરોડની તુલનાએ વધીને રૂ.116.59 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.21.31 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.549.27 કરોડથી વધીને રૂ.652.88 કરોડ મેળવીને એનપીએમ 18.16% થકી ચોખ્ખો નફો રૂ.116.59 કરોડની તુલનાએ વધીને રૂ.118.57 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.4.93 નોંધાવી છે.
સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.694 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.670 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.714 થી રૂ.730 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.737 ઉપર તેજી તરફી ધ્યાન.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.
( BSE CODE – 500104 )
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના 5મી જુલાઈ 1952ના રોજ ‘સ્ટાન્ડર્ડ વેક્યુમ રિફાઈનિંગ કંપની’ નામ સાથે કરવામાં આવી હતી. પછી નામ બદલીને ‘ESSO ઈન્ડિયા’ કરવામાં આવ્યું. જ્યારે ESSO અને લ્યુબ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે વર્ષ 1974માં કંપનીનું નામ બદલીને ‘હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ’ કરવામાં આવ્યું. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ નવરત્નનો દરજ્જો ધરાવતું મેગા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU) છે.
એચપીસીએલ એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC/ધ હોલ્ડિંગ કંપની) સાથે લિસ્ટેડ ભારત સરકારનું એક એન્ટરપ્રાઈઝ છે જે ઈક્વિટી શેરના 51.11% ધરાવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ મુખ્યત્વે ક્રૂડ ઓઇલના રિફાઇનિંગ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના માર્કેટિંગના વ્યવસાયમાં સંકળાયેલું છે. તે મુંબઈ અને વિશાખાપટ્ટનમ એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ અને લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટ્સમાં અન્ય રિફાઈનરીઓ ધરાવે છે. તેના માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્સ્ટોલેશન ડેપો એવિએશન સર્વિસ સ્ટેશન રિટેલ આઉટલેટ્સ અને એલપીજી વિતરકોનું વિશાળ નેટવર્ક શામેલ છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.69672.00 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.10.08 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.594.45 અને ઘટીને રૂ.239.25 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 54.90% અને પબ્લિકનું હોલ્ડીંગ 45.10% આવેલ. બોનસ શેર : વર્ષ 2017 માં 1:2 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2020માં શેરદીઠ રૂ.9.75, વર્ષ 2021માં શેરદીઠ રૂ.22.75, વર્ષ 2022માં શેરદીઠ રૂ.14.00 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.15.00 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.3,73,896.74 કરોડની તુલનાએ વધીને રૂ.4,66,192.35 કરોડ મેળવીને એનપીએમ 1.92% નેગેટીવ થકી ચોખ્ખો નફો રૂ.6382.63 કરોડની તુલનાએ ઘટીને રૂ.8974.03 કરોડની ખોટ હાંસલ કરી શેર દીઠ જાવક રૂ.63.26 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.1,19,043.69 કરોડથી ઘટીને રૂ.1,02,618.44 કરોડ મેળવીને એનપીએમ 4.99% થકી ચોખ્ખો નફો રૂ.6203.90 કરોડની તુલનાએ ઘટીને રૂ.5118.16 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.36.08 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.1,02,618.44 કરોડથી વધીને રૂ.1,18,442.87 કરોડ મેળવીને એનપીએમ 0.45% થકી ચોખ્ખો નફો રૂ.5118.16 કરોડની તુલનાએ ઘટીને રૂ.529.02 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.3.73 નોંધાવી છે.
રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.491 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ 474 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.509 થી રૂ.520 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.525 ઉપર તેજી તરફી ધ્યાન.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.