6 મિનિટ પેહલા
- કૉપી લિંક
વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે અમેરિકાની ઈરાકમાં આતંકીઓ સામે કાર્યવાહી અને ઈઝરાયેલ દ્વારા હમાસની યુદ્વ વિરામની અરજને ફગાવી દેવાતાં પરિસ્થિતિ સ્ફોટક હોવાથી ટેન્શન વધવાના સંજોગોમાં વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં સાવચેતીમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો નોંધાયો હતો.
હેલ્થકેર અને ટેકનોલોજી શેરોમાં પસંદગીની ખરીદી જળવાયા છતાં યુટિલિટીઝ, ટેલિકોમ્યુનિકેશન અને રિયલ્ટી શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ થતાં અને ઈન્ડસ્ટ્રીયલ્સ, પાવર, એનર્જી શેરો તેમજ મેટલ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. અલબત ઇન્ફોસિસ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ફ્રન્ટલાઈન તેમજ ફાર્મા, ઓટો હેવીવેઈટ શેરોમાં આકર્ષણે ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બીએસઈ સેન્સેક્સ 523 પોઈન્ટના ઘટાડા સાથે 71072 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 146 પોઈન્ટના ઘટાડા સાથે 21696 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, તેમજ બેંક નિફ્ટી ફ્યુચર 819 પોઈન્ટના ઘટાડા સાથે 45080 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં વિપ્રો 2.26%, એચસીએલ ટેક્નોલોજીસ 2.09%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.80%, ઈન્ફોસિસ 0.61% અને ટેક મહિન્દ્રા 0.48% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ 2.76%, એનટીપીસી 2.72%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 2.26%, ઈન્ડસઈન્ડ બેન્ક 2.20% અને આઈટીસી 2.11% ઘટ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.62% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.16% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, આઇટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4079 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2986 અને વધનારની સંખ્યા 1004 રહી હતી, 89 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 14 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 7.5 લાખ કરોડ ઘટીને 378.86 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓ માંથી 8 કંપનીઓ વધી અને 22 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 21696 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 21808 પોઇન્ટના પ્રથમ અને 22008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 21606 પોઇન્ટથી 21570 પોઇન્ટ, 21474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 21808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 45080 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 45404 પોઇન્ટના પ્રથમ અને 45474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 44808 પોઇન્ટથી 44737 પોઇન્ટ, 44606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 45404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( 2154 ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2123 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2107 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2173 થી રૂ.2180 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2194 ઉપર તેજી તરફી ધ્યાન.
મુથુત ફાઈનાન્સ ( 1352 ) :- રૂ.10 ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.1330 સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.1365 થી રૂ.1373 આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2262 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2308 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2240 થી રૂ.2217 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2323 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એક્સિસ બેન્ક ( 1047 ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1074ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1030 થી રૂ.1017 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
બજારની ભાવિ દિશા….
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની અસર ભારતીય ઉદ્યોગોના બિઝનેસ પર પડવાના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા છે. તેની અસર હાલમાં તે કંપનીઓની કામગીરી પર દેખાઈ રહી છે જે તે પ્રદેશમાં કોમોડિટીઝ સપ્લાય કરે છે અથવા તો સંબંધિત વિદેશી બજારોમાં વેપાર કરે છે. લાલ સમુદ્રના સંઘર્ષને કારણે કંપનીઓ નૂર ખર્ચમાં વધારો, ડિલિવરીમાં વિલંબ, નિકાસ બજારમાં સંકોચન, માર્જિન પર અસર જેવા ઘણા પડકારોનો સામનો કરી રહી છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટીડી પાવર સિસ્ટમ્સ અને કેઈસી ઈન્ટરનેશનલ જેવી કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ કંપનીઓ લાલ સમુદ્રના સંઘર્ષને કારણે કેટલીક ઓપરેશનલ સમસ્યાઓનો સામનો કરી રહી છે.
ભારતીય કંપનીઓ યુરોપ, ઉત્તર અમેરિકા, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ભાગો સાથે વેપાર કરવા માટે સુએઝ કેનાલ દ્વારા રાતા સમુદ્રના માર્ગનો ઉપયોગ કરે છે. રાતા સમુદ્રના સંઘર્ષને કારણે અસર માત્ર એન્જિનિયરિંગ નિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ખાદ્યપદાર્થો અને વસ્ત્રોની નિકાસ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. બ્રિટન મોકલવામાં આવેલા કન્ટેનરની કિંમત હાલમાં 4000 ડોલર સુધી પહોંચી ગઈ છે, જે ડિસેમ્બરમાં 600 ડોલર હતી. રાતા સમુદ્રમાં સંકટના કારણે વીમા ખર્ચમાં વધારો થયો છે અને વૈકલ્પિક માર્ગો અને ક્ષમતા અવરોધો દ્વારા ડિલિવરીમાં વિલંબ થયો છે. અન્ય નિકાસ સંબંધિત કાચો માલ કાં તો મોંઘો થયો છે અથવા તો મોંઘો થવાની શક્યતા વધી ગઈ છે. બીજી તરફ કાચા માલની કિંમતમાં વધારો થયો છે. જો સંઘર્ષનો વ્યાપ વધશે તો અગામી દિવોસમાં તેની અસર ભારતીય અર્થતંત્ર તેમજ શેરબજાર પર પણ જોવા મળશે.
આગામી દિવસોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે… પસંદગીના શેરોમાં વધઘટે સંભવિત હકારાત્મક વલણ સ્પષ્ટ થયા બાદ રોકાણ કરવું હિતાવહ રહેશે…