1 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તેમજ સમગ્ર દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં એશિયન બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં પણ શરૂઆતી તબક્કામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જોકે નીચા મથાળે ફંડોની લેવાલીએ રિકવરી જોવા મળી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી હતી, ત્યારે ટ્રમ્પે ભારત સામે 26% ટેરિફ લાદતા નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ટ્રમ્પે ઓટો સેક્ટરથી લઈને ટેક્સટાઈલ સેક્ટર અને અન્ય સેક્ટર પર ટેરિફ લગાવ્યો છે, જો કે ફાર્મા સેક્ટરને રેસિપ્રોકલ ટેરિફમાં ઘણા અંશે રાહત મળી છે જેથી આજે હેલ્થકેર સેક્ટરમાં અંદાજીત 2.00% આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરીફ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર વધવાની ભીતિ વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ સામાન્ય ઉછાળા બાદ ઘટાડા તરફી રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.31% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.76% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, ઓટો, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4123 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1169 અને વધનારની સંખ્યા 2813 રહી હતી, 141 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 5 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 4.34%, સન ફાર્મા 3.26%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.92%, એનટીપીસી લિ. 1.97%, એશિયન પેઈન્ટ 1.82%, નેસ્લે ઇન્ડિયા 1.54%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.00%, ટાઈટન કંપની લિ. 0.88% અને એકસિસ બેન્ક 0.45% વધ્યા હતા, જયારે ટીસીએસ લિ. 3.98%, ટેક મહિન્દ્ર 3.79%, એચસીએલ ટેકનોલોજી 3.71%, ઇન્ફોસિસ લિ. 3.41%, ટાટા મોટર્સ 2.64%, કોટક બેન્ક 0.97%, મહિન્દ્રા & મહિન્દ્રા 0.95%, બજાજ ફાઈનાન્સ 0.81% અને ટાટા સ્ટીલ 0.65% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23325 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23474 પોઈન્ટના પ્રથમ અને 23606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23272 પોઈન્ટ થી 23202 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23474 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51798 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52088 પોઈન્ટ પ્રથમ અને 52200 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 51676 પોઈન્ટ થી 51373 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 52200 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ સન ફાર્મા ( 1777 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1730 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1717 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1794 થી રૂ.1808 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1843 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ હેવેલ્સ ઇન્ડિયા ( 1524 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1490 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1475 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1540 થી રૂ.1555 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( 2659 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.2708 આસપાસ વેચવાલી થકી રૂ.2626 થી રૂ.2606 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2730 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ ભારતી એરટેલ ( 1749 ) :- રૂ.1774 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1784 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1733 થી રૂ.1717 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1790 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, માર્ચ મહિનામાં દેશનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ 8 મહિનાની ટોચે પહોંચ્યા સાથે દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત આપે છે. સ્થાનિક સ્તરે ઓર્ડર બુકમાં વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે સમાપ્ત થયેલા માર્ચ માસમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી 58.10 પીએમઆઈ સાથે આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી જે ફેબ્રુઆરી માસમાં 56.30 પીએમઆઈ સાથે 14 મહિનાની નીચી સપાટીએ હતી. મજબૂત ઓર્ડરને કારણે કંપનીઓમાં ઉત્પાદનમાં વધારાની ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચી રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જાન્યુઆરી – માર્ચ, 2025ના ત્રિમાસિકગાળામાં પાવર સેક્ટરમાં મોટા પાયે રોકાણની જાહેરાતો થઈ છે. ઊર્જા સેક્ટરના જોરે આ આંકડો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો. માર્ચ ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટોમાં આ ઐતિહાસિક ઉછાળો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારો દેશમાં ઔદ્યોગિક અને માળખાગત વિકાસ માટે અત્યંત ઉત્સાહિત છે. આનાથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે જ અને સાથે-સાથે રોજગાર તથા વ્યવસાયની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ સમગ્ર સાયકલ દેશના અર્થતંત્ર માટે લાંબાગાળાનો મજબૂત બનાવશે.