42 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
બુધવારે શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા છે.ચાલુ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારનો કારોબાર નબળાઈ સાથે સમાપ્ત થયો.બીએસઇ સેન્સેક્સ ૪૬ પોઈન્ટ ઘટીને બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૧ પોઈન્ટ વધીને બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૧૨૮ પોઈન્ટ ઘટીને બંધ થયો છે.
સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે આંચકા આવી નિફટી નેગેટીવ અને સેન્સેક્સ પોઝિટીવ રહ્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં અનેકમાં ફંડો, ખેલંદાઓએ મોટું ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે આરંભિક વેચવાલી બાદ ફંડોએ શોર્ટ કવરિંગ સાથે પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. ખાનગી બેંક શેરોમાં આજે આકર્ષણ રહ્યું હતું.
બુધવારે શેરબજારના ટોપ ગેનર્સની યાદીમાં સમાવિષ્ટ શેરો વિશે વાત કરીએ તો, તેમાંભારત ફોર્જ ૧૬% ઉછાળા સાથે, ઈન્ડીગો ૪% ઉછાળા સાથે,ટીસીએસ, વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ,ભારત પેટ્રો, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો, પાવર ગ્રીડ, કોલ ઈન્ડિયા અને લાર્સન, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, લાર્સન, ઓએનજીસી, બીએસઈ લિમિટેડ અને કોટક મહિન્દ્રા બેન્કના શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લૂઝરની શ્રેણીમાં ડૉ. રેડ્ડીઝ, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક, અદાણી પોર્ટ્સ,શ્રીરામ ફાઈનાન્સ અને એસબીઆઈ લાઈફના શેર સામેલ હતા. શેરબજારની કામગીરીમાં વધઘટ વચ્ચે પેટીએમ, બર્જર પેઈન્ટ્સ, સિન્જીન ઈન્ટરનેશનલ, દાલમિયા ભારત અને રામકો સિમેન્ટના શેર ૫૨ સપ્તાહના નીચલા સ્તરની નજીક આવી ગયા છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૫ અને વધનારની સંખ્યા ૨૧૩૦ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- )392નિફ્ટી ફ્યુચર બંધ :- ( બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48221 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48606 પોઇન્ટના પ્રથમ અને 48808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48180 પોઇન્ટથી 48008 પોઇન્ટ, 47808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૮૫૧ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૭૭ થી રૂ.૨૮૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૦૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૭૭ થી રૂ.૧૭૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૭૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મુથૂત ફાઈનાન્સ ( ૧૬૨૫ ) :- રૂ.૧૬૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા….rong>….
મિત્રો, લોકસભા ચૂંટણીનો આવતીકાલે ૭, મે ૨૦૨૪ના ત્રીજો તબક્કો યોજાઈ રહ્યો હોઈ આ વખતે પરિણામ અપેક્ષાથી નબળા રહેવાના કેટલાક અંદાજો અને ભારતીય શેર બજારોમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આરંભિક તેજીમાં ઉછાળે હળવા થવાનું પસંદ કર્યું હતું. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પેનીક સેલિંગ થતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી જોવાઈ રહ્યા મુજબ બજાર લોકસભા ચૂંટણીના ફિવરમાં અનિશ્ચિત બે-તરફી અફડાતફડી બતાવી રહ્યું છે. શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે.ઈન્ડેક્સ બેઝડ ફંડોએ હેવીવેઈટ શેરોના સથવારે મોટી ઉથલપાથલ મચાવી છે. સાઈડ માર્કેટમાં પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો હાલ તુરત ચૂંટણી સુધી જાણે કે નવા મોટા કમિટમેન્ટ,ખરીદીથી દૂર રહ્યા છે. વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં અપેક્ષિત વોલેટીલિટી વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં હવે ૯, મે ૨૦૨૪ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિ., બીપીસીએલના રિઝલ્ટ, ૧૦, મે ૨૦૨૪ના ટાટા મોટર્સ, સિપ્લા, બેંક ઓફ બરોડાના પરિણામ પર બજારની નજર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.