49 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ચાલુ સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં નબળાઈ સાથે સમાપ્ત થયું હતું. સપ્તાહના શરૂઆતથી જ ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે.
વૈશ્વિક સ્તરે ગાઝા સીઝફાયરના પગલે મધ્ય-પૂર્વમાં ફરી પાછો તણાવ વધતા તેમજ આજ લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન સાથે માર્કેટ ઓવરવેલ્યૂ બનતાં રોકાણકારો હવે પ્રોફિટ બુકિંગના મૂડમાં આવતા છેલ્લા ત્રણ દિવસમાં શેરબજારમાં ચાલી રહેલી નબળાઈને કારણે બીએસઇ સેન્સેક્સ ત્રણ દિવસમાં અંદાજીત 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે તેમજ રોકાણકારોને અંદાજીત 11 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ઉપરાંત, આરબીઆઈએ ધિરાણ માટેના નિયમો કડક કરવા ઉપરાંત બાંધકામ હેઠળના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર આકરી દેખરેખ રાખવા અંગેનો ડ્રાફ્ટ જારી કરાતાં પીએસયુ બેન્કો અને ફાઈનાન્સ શેરોમાં સાવચેતી જોવા મળી રહી છે.
બીએસઈ સેન્સેક્સ 383 પોઈન્ટના ઘટાડા સાથે 73511 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 175 પોઈન્ટના ઘટાડા સાથે 22375 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 714 પોઈન્ટના ઘટાડા સાથે 48331 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.90% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.65% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઈટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3932 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2794 અને વધનારની સંખ્યા 1034 રહી હતી, 104 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 1 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં હિંદ યુનિલિવર 5.51%, ટેક મહિન્દ્રા 2.37%, નેસ્લે ઈન્ડિયા 2.06%, ટીસીએસ 1.36% અને આઈટીસી 1.33% વધ્યા હતા જ્યારે પાવર ગ્રીડ 3.80%, ઈન્ડસઈન્ડ બેન્ક 3.05%, ટાટા મોટર્સ 2.72%, જેએસડબ્લ્યુ સ્ટીલ 2.41% અને એચસીએલ ટેક 2.13% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં બે તરફી અફડાતફડી સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 4.96 લાખ કરોડ ઘટીને 398.43 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 10 કંપનીઓ વધી અને 20 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- નિફ્ટી ફ્યુચર બંધ : ( 22375 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22202 પોઇન્ટના પ્રથમ અને 22180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22404 પોઇન્ટથી 22474 પોઇન્ટ, 22505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48331 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48007 પોઇન્ટના પ્રથમ અને 47808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48474 પોઇન્ટથી 48606 પોઇન્ટ, 48676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 49676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 2824 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2803 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2787 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2848 થી રૂ.2854 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2860 ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( 1313 ) :- રૂ.1288 નો પ્રથમ તેમજ રૂ.1274 બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1333 થી રૂ.1340 સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( 2414 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2444 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2398 થી રૂ.2380 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2450 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- એસબીઆઈ લાઈફ ( 1459 ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1488 ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1444 થી રૂ.1430 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સપ્તાહથી જોવાઈ રહ્યા મુજબ બજાર લોકસભા ચૂંટણીના ફિવરમાં અનિશ્ચિત બે-તરફી અફડાતફડી બતાવી રહ્યું છે. શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને ઘટાડો આગામી મહિનાઓમાં ક્યારે કરાશે એની અનિશ્ચિતતા વચ્ચે ઈઝરાયેલ – હમાસ વચ્ચે યુદ્વ વિરામના સંકેત અને અમેરિકામાં ક્રુડ ઓઈલના સ્ટોકમાં વધારો થતાં ક્રુડ ઓઈલના ભાવમાં ફેબ્રુઆરી બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થવો અને વૈશ્વિક મોરચે એપલ સહિતના કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી, ત્યારે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં હવે 8, મે 2024ના ટાટા પાવર, 9, મે 2024ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિ., બીપીસીએલના રિઝલ્ટ પર બજારની નજર રહેશે. વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં અપેક્ષિત વોલેટીલિટી વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં અફડાતફડી જોવાઈ શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.