42 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ગત સપ્તાહના અંતે બજારમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ સુધારા સાથે શરૂઆત કરી છે. ત્યારબાદ વિવિધ સાનુકૂળ અહેવાલો વચ્ચે લોકસભાની ચૂંટણી બાદ સરકાર દ્વારા આવકવેરાના નિયમોમાં ઘરખમ ફેરફાર કરવામાં આવવાના અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજે ભારે વોલેટાલિટી જોવા મળી હતી.
વૈશ્વિક સ્તરે જોઈએ તો અપેક્ષા કરતાં નબળા અમેરિકી રોજગાર ડેટા, મજબૂત ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, આર્થિક સ્થિતિમાં સુધારા સાથે વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધવાના આશાવાદ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો છે, જો કે અમેરિકામાં જીડીપીના આંકડા નબળા આવ્યાના સમાચાર સાથે વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ફરી વધતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધતાં અંતે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઈ સેન્સેક્સ 17 પોઈન્ટના ઉછાળા સાથે 73895 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 11 પોઈન્ટના ઘટાડા સાથે 22563 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 34 પોઈન્ટના ઘટાડા સાથે 49060 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.95% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.06% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેક, આઈટી, હેલ્થકેર, એફએમસીજી, બેન્કેકસ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4094 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2726 અને વધનારની સંખ્યા 1207 રહી હતી, 161 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક મહિન્દ્રા બેન્ક 5.01%, ટીસીએસ 2.13%, હિંદ યુનિલિવર 1.80%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.47% અને સન ફાર્મા 1.40% વધ્યા હતા જ્યારે ટાઈટન 7.18%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 2.86%, એનટીપીસી 2.31%, પાવર ગ્રીડ 1.22% અને લાર્સન 1.06% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં બે તરફી અફડાતફડી સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 2.85 લાખ કરોડ ઘટીને 403.39 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 19 કંપનીઓ વધી અને 11 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- )22563 બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49060 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49474 પોઇન્ટના પ્રથમ અને 49606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48909 પોઇન્ટથી 48808 પોઇન્ટ, 48676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 49606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
- વોલ્ટાસ લિ. ( 1455 ) :- રૂ.1430 નો પ્રથમ તેમજ રૂ.1414 બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1467 થી રૂ.1474 સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- સિપ્લા લિ. ( 1434 ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.1454 થી રૂ.1460 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.1414 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( 1683 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1707 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1670 થી રૂ.1646 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1717 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસિસ લિ. ( 1437 ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1470 ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1424 થી રૂ.1417 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને ઘટાડો આગામી મહિનાઓમાં ક્યારે કરાશે એની અનિશ્ચિતતા વચ્ચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વિરામના સંકેત અને અમેરિકામાં ક્રુડ ઓઈલના સ્ટોકમાં વધારો થતાં ક્રુડ ઓઈલના ભાવમાં ફેબ્રુઆરી બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થવો અને વૈશ્વિક મોરચે એપલ સહિતના કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. જ્યારે ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સપ્તાહથી જોવાઈ રહ્યા મુજબ બજાર લોકસભા ચૂંટણીના ફિવરમાં અનિશ્ચિત બે-તરફી અફડાતફડી બતાવી રહ્યું છે.
બીએસઈ સેન્સેક્સ 75000 પોઈન્ટની જયારે નિફટી ફ્યુચર પણ 22800 પોઈન્ટની સપાટી પાર કરી છે. ઈન્ડેક્સ બેઝડ ફંડોએ હેવીવેઈટ શેરોના સથવારે મોટી ઉથલપાથલ મચાવી છે. સાઈડ માર્કેટમાં પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો હાલ તુરત ચૂંટણી સુધી જાણે કે નવા મોટા કમિટમેન્ટ, ખરીદીથી દૂર રહ્યા છે, ત્યારે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં હવે 7, મે 2024ના ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના પરિણામ, 8, મે 2024ના ટાટા પાવરના પરિણામ પર ભારતીય બજારની નજર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.