20 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હળવી થઈ છે ત્યારે વિદેશી રોકાણકારોનો વેચવાલીનો દોર અટકી નીચા મથાળે નવી લેવાલી કરતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. માર્ચ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ મજબૂત રહેતાં સ્ટોક સ્પેસિફિક તેજી આગળ વધી હતી. લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળવાની તીવ્ર પ્રબળતા સાથે રોકાણકારો નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે. જો કે, આ મુખ્ય ઈવેન્ટ્સ અને બેક હોમ બેન્ક નિફ્ટી મંથલી ડેરિવેટિવ્ઝની મંગળવારે એક્સપાયરી પહેલાં વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX 12% વધીને 12.30 પર પહોંચ્યો હતો. વૈશ્વિક સ્તરે યુએસ કોર પીસીઇ ફુગાવો 2.8% પર સ્થિર રહેવાની સાથે આશા સાથે યુએસ ફેડ બુધવારે રેટ કટ અંગે નિર્ણય લેશે જેના પર રોકાણકારોની નજર છે.
બીએસઈ સેન્સેક્સ 941 પોઈન્ટના ઉછાળા સાથે 74671 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 189 પોઈન્ટના ઉછાળા સાથે 22745 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 1184 પોઈન્ટના ઉછાળા સાથે 49563 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.79% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.07% વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4088 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1934 અને વધનારની સંખ્યા 1982 રહી હતી, 172 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બેન્ક 4.67%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 3.09%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.93%, ઈન્ડસઈન્ડ બેન્ક 2.90% અને એક્સિસ બેન્ક 2.47% વધ્યા હતા જ્યારે એચસીએલ ટેક 5.79%, આઈટીસી 0.44%, વિપ્રો 0.37% અને બજાજ ફિનસર્વ 0.10% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 2.45 લાખ કરોડ વધીને 406.52 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 26 કંપનીઓ વધી અને 4 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- નિફ્ટી ફ્યુચર બંધ ( 22745 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22606 પોઇન્ટના પ્રથમ અને 22474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22808 પોઇન્ટથી 22838 પોઇન્ટ, 22880 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ( 49563 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49373 પોઇન્ટના પ્રથમ અને 49180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 49676 પોઇન્ટથી 49808 પોઇન્ટ, 50005 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 50005 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 2950 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2880 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2973 થી રૂ.2980 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2993 ઉપર તેજી તરફી ધ્યાન…!!
- કોટક મહિન્દ્ર બેન્ક ( 1655 ) :- રૂ.1633 નો પ્રથમ તેમજ રૂ.1616 બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1673 થી રૂ.1680 સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- એસીસી લિ. ( 2545 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2580 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2525 થી રૂ.2508 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2606 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસિસ લિ. ( 1443 ) :- રૂ.1474 આસપાસ ઓવરબોટ પૉઝિશન નોંધાવતા આ સ્ટોક રૂ.1480 ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.1430 થી રૂ.1417 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1494 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
બજારની ભાવિ દિશા….
મિત્રો, સ્થાનિક સ્તરે માર્ચ 2024 દરમિયાન બાંધકામને લગતી પ્રવૃત્તિમાં રિકવરી, સ્થાનિક માંગમાં સ્થિતિ સ્થાપકતા, ચૂંટણીને લગતા ખર્ચને કારણે IIP ગ્રોથ મજબૂત રહેવાની આશા છે ત્યારે માર્ચ 2024 દરમિયાન IIP ગ્રોથ ૫% રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષે એપ્રિલ અને મે 2024 દરમિયાન મિડલ ઇસ્ટમાં વધુ અસ્થિરતાને કારણે ઓઇલની કિંમતમાં વધારાની ચિંતાને કારણે ડોલર સામે રૂપિયામાં વધુ વોલેટિલિટી જોવા મળી શકે છે અને તેમાં વધુ ઘટાડો થવાની પણ શક્યતા છે. તે ઉપરાંત ફેડ દ્વારા રેપોરેટમાં કાપમાં વિલંબને કારણે પણ રૂપિયા પર જોખમ રહેલું છે.
યુએસમાં ફુગાવામાં વધારાને કારણે ફેડ રેપોરેટમાં કાપના નિર્ણયને મુલતવી રાખી શકે છે. ડોલર સામે રૂપિયો એપ્રિલ 2024માં ઘટીને 83.4 થઇ શકે છે અને મે 2024માં વધુ ઘટીને 83.6ના સ્તરે જોવા મળી શકે છે. એપ્રિલ 2024માં ભૌગોલિક રાજકીય તણાવમાં વધારાને કારણે યિલ્ડ વધુ રહી શકે છે. બેન્કિંગ સિસ્ટમાં વધુ લિક્વિડિટીને કારણે ટૂંકા ગાળાની યિલ્ડમાં ઘટાડો થઇ શકે છે. રિટેલ ફુગાવામાં ઘટાડો થયો હોવા છતાં યુએસ ફેડ દ્વારા રેટમાં ઘટાડાને લઇને વિલંબને કારણે ભારતમાં પણ વ્યાજદરોમાં કાપને મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.