14 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
વૈશ્વિક શેરબજારોની સાથે આજે ભારતીય શેરબજારમાં પણ તરફી ચાલ જોવા મળી હતી. ફેડ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખતાં આ વર્ષના અંત સુધી કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે અમરીકી શેરબજારોમાં ઉછાળા સાથે વિદેશી રોકાણ વધવાની સંભાવના સાથે આજે સ્થાનિક સ્તરે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. યુરોપ, એશીયાના દેશોના બજારોમાં મજબૂતી સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં સંખ્યાબંધ કંપનીઓના સારા પરિણામોની પોઝિટીવ અસરે આજે ફંડોએ નીચા મથાળે લેવાલી કરતા તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
બીએસઈ સેન્સેક્સ 128 પોઈન્ટના ઉછાળા સાથે 74611 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 61 પોઈન્ટના ઉછાળા સાથે 22779 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 60 પોઈન્ટના ઘટાડા સાથે 49390 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.91% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.29% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેકસ, ટેલિકોમ્યુનિકેશન, ટેક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3957 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1924 અને વધનારની સંખ્યા 1912 રહી હતી, 121 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 5 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ 3.91%, એશિયન પેઈન્ટ્સ 3.36%, ટાટા મોટર્સ 1.99%, એનટીપીસી 1.72% અને ટાટા સ્ટીલ 1.45% વધ્યા હતા જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક 2.95%, એક્સિસ બેન્ક 1.41%, ભારતી એરટેલ 1.26%, વિપ્રો 1.09% અને આઈસીઆઈસીઆઈ બેન્ક 1.05 ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.94 લાખ કરોડ વધીને 408.49 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 18 કંપનીઓ વધી અને 12 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22779 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22676 પોઇન્ટના પ્રથમ અને 22606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22808 પોઇન્ટથી 22878 પોઇન્ટ, 22909 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49390 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49009 પોઇન્ટના પ્રથમ અને 48880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 49474 પોઇન્ટથી 49606 પોઇન્ટ, 49676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 49676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લિ. ( 2554 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2508 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2470 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2574 થી રૂ.2588 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2600 ઉપર તેજી તરફી ધ્યાન.
ઓબેરોય રિયલ્ટી ( 1549 ) :- રૂ.10 ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.1520 સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.1574 થી રૂ.1580 આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( 2442 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2488 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2424 થી રૂ.2404 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2508 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એસબીઆઈ લાઈફ ( 1469 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1490 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1444 થી રૂ.1424 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1500 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવો અપેક્ષા કરતાં વધુ નોંધાતા અમેરિકાની ફેડરલ રિઝર્વના અધિકારીઓ સતત છઠ્ઠી વખત વ્યાજદરો યથાવત રાખ્યા હતા. અમેરિકી ફેડ રિઝર્વના મતે, વર્તમાન રેટ દેશના મજબૂત અર્થતંત્ર માટે યોગ્ય છે. જ્યાં સુધી ફુગાવો 2% પર બંધ ન થાય ત્યાં સુધી ઉધાર ખર્ચમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. અગાઉ ફેડ દ્વારા આ વર્ષે રેટ કટની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે આ વર્ષે કોઈ ઘટાડો ન કરવા નિર્ણય લીધો હોવાના સંકેત પોવેલે આપ્યા હતા.
ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો જાળવી રાખવામાં આવતા આગામી દિવસોમાં વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારમાંથી ફંડ પાછું ખેંચી શકે છે. જો કે, એફપીઆઈ દ્વારા વેચવાલીનું પ્રમાણ સીમિત રહી શકે છે. ડોલર ઈન્ડેક્સ મજબૂત બનશે, જેથી કિંમતી ધાતુની માંગ ઘટશે. પરિણામે સ્થાનીય સ્તરે પણ સોના – ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. યુએસ ટ્રેઝરીની યીલ્ડ પણ મોંઘી થશે. જેથી વિદેશી રોકાણકારો ભારતમાં 10 થી 12% રિટર્ન માટે રોકાણ કરવાને બદલે યુએસ માર્કેટમાં રોકાણને પ્રાધાન્ય આપે તેવી શક્યતા જોવાઈ રહી છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.