1 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
યુ.એસ. ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટી દ્વારા વ્યાજ દર યથાવત રાખીને ક્યારે ઘટાડો કરવામાં આવશે એનો કોઈ સંકેત નહીં આપતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીની સામે ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની ખરીદીના જોરે સપ્તાહની શરૂઆતમાં મજબૂતી રહી હતી. આ સાથે ભારતમાં એપ્રિલમાં જીએસટી એક્ત્રિકરણ રેકોર્ડ રૂ.૨.૧૦ લાખ કરોડ થતાં ફંડોની ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટી ખરીદી જોવા મળી હતી, જો કે ફેડરલના ઘટાડાનો કોઈ સંકેત નહીં મળતાં અનિશ્ચિતતા અને સ્થાનિકમાં લોકસભા ચૂંટણીને લઈ શેરોમાં ઉછાળે સાવચેતીમાં ઘણા સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ રહેતાં સપ્તાહના અંતે ઘટાડો જોવા મળ્યો હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન ગત સપ્તાહમાં હળવું થવા સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં મિશ્ર ટ્રેન્ડ સાથે ગત સપ્તાહમાં આરંભના ચાર દિવસ બજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને કાયમ રાખવામાં આવ્યા બાદ એકાએક ફાઈનાન્સ-બેંકિંગ હેવીવેઈટ શેરોમાં ઓફલોડિંગ જોવા મળ્યું હતું. પરંતુ એકંદર ઈન્ડેક્સ મેનેજમેન્ટ ચાલુ હોય એમ સપ્તાહના અંતે જ કરેકશન આપવામાં આવ્યા છતાં સાઈડ માર્કેટ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનું ચક્ર ગતિમાન રહ્યું છે.
છેલ્લા કેટલાક સપ્તાહથી શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈથી સતત વોલેટાઈલ રહ્યા છે. જો કે, આ વોલેટિલિટીની સૌથી વધુ અસર સ્મોલકેપ ફંડ્સમાં જોવા મળી હતી. સ્મોલ અને મિડ કેપ શેરોની સરખામણીએ લાર્જ કેપ શેરોમાં ઓછી વોલેટિલિટી જોવા મળી છે. અગામી દિવસોમાં, ભારતમાં ચૂંટણીને રોકાણકારો દ્વારા ધ્યાનમાં રાખવામાં આવશે. ચૂંટણી પરિણામો બહાર ન આવે ત્યાં સુધી બજારમાં થોડો ગભરાટ જોવા મળી શકે છે. તેમ છતાં નર્વસનેસ સામાન્ય કરતાં ઘણી ઓછી હશે કારણ કે મોટા ભાગના મતદાનો એકતરફી પરિણામ સૂચવે છે. જો કોઈ એક પક્ષને પ્રચંડ બહુમતી મળશે, તો રોકાણકારોની જુલાઈમાં બજેટ પર આતુરતાથી નજર રહેશે.
કોલ ઈન્ડિયા લિ. ( BSE CODE – 533278 )
કોલ ઈન્ડિયા લિમિટેડ એ કોલકાતા પશ્ચિમ બંગાળ ખાતે મુખ્ય મથક સાથે ભારત સરકારના કોલસા મંત્રાલય હેઠળનું ‘મહારત્ન’ જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. કોલ ઈન્ડિયા લિમિટેડ ભારતમાં કોલસા ઉદ્યોગના રાષ્ટ્રીયકરણ બાદ સંગઠિત રાજ્યની માલિકીની કોલ માઈનિંગ કોર્પોરેટ તરીકે 14 જૂન 1973ના રોજ ‘કોલ માઈન્સ ઓથોરિટી લિ.’ના નામ સાથે પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. વર્ષ 1975-76 દરમિયાન કંપનીનું નામ ‘કોલ માઈન્સ ઓથોરિટી લિમિટેડ’માંથી બદલીને ‘કોલ ઈન્ડિયા લિમિટેડ’ કરવામાં આવ્યું હતું. કોલ ઈન્ડિયા લિમિટેડ ટોટલ 322 ખાણો સાથે ભારતના આઠ પ્રાંતીય રાજ્યોમાં ફેલાયેલા 83 ખાણકામ વિસ્તારો સાથે વિશ્વની એકમાત્ર સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. કંપની વિવિધ એપ્લિકેશનો માટે નોન-કોકિંગ કોલસો અને વિવિધ ગ્રેડના કોકિંગ કોલસાનું ઉત્પાદન કરે છે અને અન્યમાં સિમેન્ટ, ખાતર, ઈંટના ભઠ્ઠાઓ અને અન્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
કોલ ઈન્ડિયા લિ. કોલ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.2,95,606.34 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.91.82 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.487.75 અને ઘટીને રૂ.223.30 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 63.13% અને પબ્લિકનું હોલ્ડીંગ 36.87% આવેલ.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2020માં શેરદીઠ રૂ.19.50, વર્ષ 2021માં શેરદીઠ રૂ.17.50, વર્ષ 2022માં શેરદીઠ રૂ.23.00 અને વર્ષ 2023માં શેરદીઠ રૂ.24.50 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.1131.92 કરોડની તુલનાએ વધીને રૂ.1950.51 કરોડ મેળવીને એનપીએમ 758.89% થકી ચોખ્ખો નફો રૂ.11201.57 કરોડની તુલનાએ વધીને રૂ.14802.31 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.24.02 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.335.75 કરોડથી ઘટીને રૂ.293.99 કરોડ મેળવીને એનપીએમ 747.03% થકી ચોખ્ખો નફો રૂ.918.02 કરોડની તુલનાએ વધીને રૂ.2196.19 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.3.56 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.293.99 કરોડથી વધીને રૂ.398.59 કરોડ મેળવીને એનપીએમ 2337.34% થકી ચોખ્ખો નફો રૂ.2196.19 કરોડની તુલનાએ વધીને રૂ.9316.40 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.15.12 નોંધાવી છે.
કોલ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.474 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.434 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.488 થી રૂ.505 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.505 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એસજેવીએન લિ. ( BSE CODE – 533206 )
SJVN લિમિટેડની સ્થાપના 24 મે 1988 ના રોજ નાથપા ઝાકરી પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ તરીકે કરવામાં આવી હતી. SJVN લિમિટેડ એ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર જનરેશન કંપની છે. આ કંપનીની સ્થાપના ભારત સરકાર અને હિમાચલ પ્રદેશની રાજ્ય સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. કંપની પાવર ટ્રાન્સમિશનની સાથે તમામ પ્રકારની પરંપરાગત અને બિન-પરંપરાગત ઉર્જામાં પોતાને સંપૂર્ણ વૈવિધ્યસભર ટ્રાન્સનેશનલ પાવર સેક્ટર કંપની તરીકે 1912 મેગાવોટની એકંદર ઉત્પાદન ક્ષમતા સાથે સ્થાપિત ક્ષમતા પર આધારિત ભારતની સૌથી મોટી ઓપરેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન કંપની છે. કંપની કન્સલ્ટન્સી પ્રદાન કરવાના વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે.
એસજેવીએન લિ. પાવર જનરેશન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.53,111.18 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.12.88 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.170.45 અને ઘટીને રૂ.32.51 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 81.85% અને પબ્લિકનું હોલ્ડીંગ 18.15% આવેલ.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2020માં શેરદીઠ રૂ.2.20, વર્ષ 2021માં શેરદીઠ રૂ.2.20, વર્ષ 2022માં શેરદીઠ રૂ.1.70, વર્ષ 2023માં શેરદીઠ રૂ.1.77 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.1.15 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.2421.96 કરોડની તુલનાએ વધીને રૂ.2935.41 કરોડ મેળવીને એનપીએમ 46.45% થકી ચોખ્ખો નફો રૂ.977.52 કરોડની તુલનાએ વધીને રૂ.1363.45 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.3.47 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.664.62 કરોડથી વધીને રૂ.870.74 કરોડ મેળવીને એનપીએમ 50.69% થકી ચોખ્ખો નફો રૂ.270.20 કરોડની તુલનાએ વધીને રૂ.441.35 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.12નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.870.74 કરોડથી ઘટીને રૂ.536.55 કરોડ મેળવીને એનપીએમ 25.22% થકી ચોખ્ખો નફો રૂ.441.35 કરોડની તુલનાએ ઘટીને રૂ.135.34 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.25.22 નોંધાવી છે.
પાવર જનરેશન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.135 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.123 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.147 થી રૂ.160 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.163 ઉપર તેજી તરફી ધ્યાન…!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.