35 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે સુધારા સાથે બંધ રહ્યા હતા. ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો તણાવ ઘટતાં અને વૈશ્વિક શેરબજારમાં એશીયા, યુરોપના દેશોના બજારોમાં તેજી પાછળ સ્થાનિક સ્તરે પણ કોર્પોરેટ પરિણામોની સિઝનમાં મજબૂત પ્રદર્શનોના પગલે ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, મહારથીઓએ રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં આક્રમક લેવાલીએ બીએસઈ સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે છ ટ્રેડિંગ સેશન બાદ સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે ફરી પાછી 74000 હજારનું લેવલ ક્રોસ કર્યું હતું. અલબત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાએ સેન્ટીમેન્ટ તેજીનું રહ્યું હતું.
જીઓપોલિટીકલ ટેન્શને કારણે સેન્સેક્સ તેની સર્વોચ્ચ 75124 પોઈન્ટની સપાટીથી ગત સપ્તાહમાં સતત કરેકશનમાં 71816 પોઈન્ટના નીચા મથાળેથી પાછો ફર્યો છે. એટલે કે 3308 પોઈન્ટનું 4.41%નું કરેકશન આપી રીકવરી નોંધાવી છે. નિફટી ફ્યુચર પણ વિક્રમી 22845 પોઈન્ટની સપાટીથી ગત સપ્તાહમાં 21813 પોઈન્ટ સુધીનો ઘટાડો આપી ફરી રિકવર થઇ છે. આમ નિફટી ફ્યુચરમાં પણ અંદાજીત 1032 પોઈન્ટનું 4.52%નું કરેકશન ઊંચા મથાળેથી જોવા મળ્યું હતું.
બીએસઈ સેન્સેક્સ 89 પોઈન્ટના ઉછાળા સાથે 73738 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 3 પોઈન્ટના ઘટાડા સાથે 22354 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 26 પોઈન્ટના ઘટાડા સાથે 47962 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.52% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.05% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3934 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1475 અને વધનારની સંખ્યા 2338 રહી હતી, 121 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ 3.38%, નેસ્લે 1.77%, મારુતિ 1.53%, એચસીએલ ટેક 1.42% અને ટાટા મોટર્સ 1.34% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા 3.63% રિલાયન્સ 1.42%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 1.0%, ટેક મહિન્દ્ર 0.63% અને બજાજ ફાઈનાન્સ 0.58% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.78 લાખ કરોડ વધીને 399.64 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 18 કંપનીઓ વધી અને 12 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22354 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22202 પોઇન્ટના પ્રથમ અને 22180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22373 પોઇન્ટથી 22404 પોઇન્ટ, 22474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47962 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47606 પોઇન્ટના પ્રથમ અને 47474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48008 પોઇન્ટથી 48108 પોઇન્ટ, 48303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 2918 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2888 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2873 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2944 થી રૂ.2973 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2980 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ટાટા કન્ઝ્યુમર ( 1173 ) :- રૂ.1144 નો પ્રથમ તેમજ રૂ.1130 બીજા સપોર્ટથી ટી એન્ડ કોફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1188 થી રૂ.1202 સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
ભારતી એરટેલ ( 1341 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1363 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1323 થી રૂ.1308 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1370 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઝાયડસ લાઈફ ( 956 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.977 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.923 થી રૂ.909 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1009 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઈઝરાયેલ-ઈરાન વચ્ચે મિડલ-ઈસ્ટમાં ટેન્શનને લઈ અત્યારે પરિસ્થિતિ અનિશ્ચિતતાભરી હોઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન સાથે સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ જતા વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં ઘટાડે નવી લેવાલી જોવા મળી છે. હજુ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ટેન્શન વધે છે કે મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ વધુ વણશે છે એના પર વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારની નજર રહેશે.
આ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રોના પરિણામો બાદ એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અપેક્ષિત પરિણામ આવ્યા છે. હવે આગામી દિવસોમાં જાહેર 24 એપ્રિલના એક્સિસ બેન્ક, 25 એપ્રિલના એસીસી સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટેક મહિન્દ્ર તેમજ 26 એપ્રિલના મારુતિ સુઝીકી, એચસીએલ ટેકનોલોજી અને એસબીઆઈ લાઈફના જાહેર થનારા મહત્વના પરિણામો પર નજર સાથે જીઓપોલિટીકલ ટેન્શન, મોંઘવારી, અમેરિકી ડોલર – રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.