ન્યૂયોર્ક5 કલાક પેહલા
- કૉપી લિંક
- પૂણેમાં 25 હજાર કરોડ રૂપિયાનો પ્લાન્ટ શક્ય
ભારતમાં ટેસ્લા ઈવી (ઇલેક્ટ્રિક વ્હીકલ) પ્લાન્ટ્સની રેસમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. મહારાષ્ટ્રના પૂણેમાં પ્લાન્ટ સ્થપાય તેવી વકી છે. ટેસ્લા કંપનીનાં સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે કંપની લગભગ રૂ. 25 હજાર કરોડનું રોકાણ કરી શકે છે. ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા અને રાજસ્થાને પણ પ્લાન્ટ માટે દાવા રજૂ કર્યા છે, પરંતુ અત્યાર સુધી મહારાષ્ટ્રનું પલ્લું ભારે છે.
આ કારણે મહારાષ્ટ્ર… ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બંદરોની હાજરી
પ્લાન્ટ માટે ટેસ્લાની નજરમાં મહરાષ્ટ્ર એટલા માટે મોખરે છે કારણે રાજ્યામાં મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. જો મહારાષ્ટ્રના પૂણેમાં પ્લાન્ટ સ્થાપવામાં આવે તો અહીં કામદારોની સંખ્યા પણ અન્ય શહેરો કરતાં વધુ હશે. પૂણેથી મુંબઈની રોડ કનેક્ટિવિટી ઓછા અંતરની સાથે ઉત્તમ છે. પૂણેથી મુંબઈની સફર માત્ર ત્રણ કલાકમાં પૂર્ણ કરી શકાય છે. મહારાષ્ટ્રની તરફેણમાં બીજો મજબૂત મુદ્દો અહીં મુંબઈ અને નવાશેવા બંદરોની હાજરી છે. બંદરો પરથી ટેસ્લા ઈવીનાં કમ્પોનેન્ટની આયાત તેમજ સંપૂર્ણ એસેમ્બલ એકમોની નિકાસ પણ સરળતાથી કરી શકશે.