58 મિનિટ પેહલા
- કૉપી લિંક
આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પોઝિટીવ રહેવાના આશાવાદ સાથે આવતીકાલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થવા જઈ રહ્યું ત્યારે વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ નીચા મથાળે ખરીદી કરતા શરૂઆતી તબક્કામાં બજારમાં સુધારો જોવા મળ્યો છે.
જો કે વૈશ્વિક સ્તરે ઈરાન દ્વારા ગત સપ્તાહના અંતે ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરવાના કરેલા નિર્ધાર અને અમેરિકા, યુરોપના દેશોના યુદ્વને વકરતું અટકાવવાના પ્રયાસો વિફળ નીવડી રહ્યા હોઈ બન્ને દેશો વચ્ચે યુદ્વ થવાના સંકેતે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા ટ્રેડીંગ દિવસે ફંડોએ ઓફલોડિંગ કર્યું હતું.
ફંડોની કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, હેલ્થકેર, બેન્કેકસ શેરોમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતમાં હેમરીંગે અને એફએમસીજી શેરોમાં આઈટીસી લિ. તેમજ ટાઈટન કંપની લિ., ટાટા મોટર્સ, એનટીપીસી લિ. ફ્રન્ટલાઈન શેરોમાં સેલિંગે અને હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતમાં મોટી વેચવાલીએ બીએસઈ સેન્સેક્સ તેની 9, એપ્રિલ 2024ની 75124.28 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીથી પાંચ ટ્રેડીંગ દિવસમાં જ અંદાજીત 2636 પોઈન્ટ એટલે કે 3.5% ઘટીને બીએસઈ સેન્સેક્સે 72500 પોઈન્ટની જ્યારે નિફટી ફ્યુચરએ 22100 પોઈન્ટની સપાટી ગુમાવી હતી.
બીએસઈ સેન્સેક્સ 454 પોઈન્ટના ઘટાડા સાથે 72488 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો તેમજ નિફ્ટી ફ્યુચર 119 પોઈન્ટના ઘટાડા સાથે 22080 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર 480 પોઈન્ટના ઘટાડા સાથે 47180 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.39% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.06% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3929 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1934 અને વધનારની સંખ્યા 1863 રહી હતી, 132 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ 4.15%, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 2.13%, ઈન્ફોસિસ 0.41% અને લાર્સન એન્ડ ટ્રુબ્રો 0.16% વધ્યા હતા, જ્યારે નેસ્ટલે ઈન્ડિયા 3.31%, ટાઈટન 3.31%, એક્સિસ બેન્ક 2.72%, એનટીપીસી 2.19% અને ટાટા મોટર્સ 2.12% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.53 લાખ કરોડ ઘટીને 392.89 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 4 કંપનીઓ વધી અને 26 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22080 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22202 પોઇન્ટના પ્રથમ અને 22272 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22008 પોઇન્ટથી 21939 પોઇન્ટ, 21909 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 21909 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47180 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47474 પોઇન્ટના પ્રથમ અને 47606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47007 પોઇન્ટથી 46979 પોઇન્ટ, 46909 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 47606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( 617 ) :- રૂ.588 નો પ્રથમ તેમજ રૂ.580 બીજા સપોર્ટથી એલ્યુમિનિયમ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.633 થી રૂ.640 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
બર્જર પેઈન્ટ્સ ( 513 ) :- પેઈન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.524 થી રૂ.530 ના ભાવની સંભાવના ધરાવે છે. અંદાજીત રૂ.494 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1056 ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1077 ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1044 થી રૂ.1030 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
જિંદાલ સ્ટીલ ( 913 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.939 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.898 થી રૂ.886 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.950 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ફુગાવો ફેડરલના બે ટકાના ટાર્ગેટ તરફ જઈ રહ્યાનું વર્તમાન વર્ષના પ્રારંભથી જણાતું હતું જેને કારણે વ્યાજ દરમાં ઘટાડો થવાની ચર્ચા શરૂ થઈ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવનું દબાણ ઊલટી દિશામાં વધી રહ્યાનું જણાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ તથા અન્ય કેટલાક ટોચના અધિકારીઓએ અમેરિકામાં વ્યાજ દરમાં કયારે ઘટાડો કરાશે તે અંગે કંઈપણ સંકેત આપવાનું ટાળ્યું હતું એટલું જ નહીં નાણાં નીતિમાં સખતાઈ લાંબો સમય ચાલુ રાખવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. ફેડરલ રિઝર્વના આ વલણથી અમેરિકામાં વર્તમાન વર્ષમાં વ્યાજ દર ઘટવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં પોણા ટકા કપાતના અગાઉ સંકેત અપાયા હતા. આ ઘટાડો જૂનની બેઠકથી શરૂ થવાની ધારણાં હતી જે હવે લંબાઈ ગઈ છે. લેબર માર્કેટની મજબૂતાઈ તથા ફુગાવામાં પ્રગતિને જોતા સખત નીતિને તેની અસર બતાવવા હજુ થોડો સમય આપવાની આવશ્યકતા છે અને ડેટા તથા ઊભરી રહેલા આઉટલુક પર નજર રાખતા ફેડરલ ઓપન માર્કેટ કમિટિની હવે પછીની બેઠકમાં વ્યાજ દર જળવાઈ રહેવાની શકયતા છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.