- Gujarati News
- Business
- Mall shopping Centers Across The Country Are Busy Making Business More High tech With Cutting edge Technology And AI.
નવી દિલ્હી4 કલાક પેહલા
- કૉપી લિંક
- શૉપિંગ મોલમાં હીટ મેપ, વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધ્યો
ઇ-કોમર્સના ઝડપી ગ્રોથ છતાં દેશમાં ઑફલાઇન શોપિંગનું આકર્ષણ હજુ પણ યથાવત્ છે. આ જ કારણ છે કે શૉપિંગ મોલ અને રિયલ એસ્ટેટનો બિઝનેસ સતત વધી રહ્યો છે. મધ્યમવર્ગની આવકમાં વૃદ્ધિને કારણે શૉપિગ મોલ્સ આવતા મુલાકાતીઓ તેમજ વેચાણ બંને વર્ષે દર વર્ષે વધવાનું અનુમાન છે. તેને ધ્યાનમાં રાખતા દેશભરના મોલ અને શૉપિંગ સેન્ટર અત્યાધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી બિઝનેસને વધુ હાઇટેક બનાવવામાં વ્યસ્ત છે.
શૉપિંગ મોલમાં દરરોજ, સપ્તાહમાં અથવા દર મહિને કેટલા મુલાકાતીઓ આવે છે? મોલમાં આવતા મુલાકાતીઓ ક્યાં સેગમેન્ટમાં વધુ જાય છે? તેઓને કઇ સેવા વધુ પસંદ છે અને તેઓ કઇ સેવાને અપગ્રેડ કરવા માંગે છે? તે જાણવા માટે મૉલ ઓપરેટર AIની સાથે હીટ મેપિંગ અને વર્ચ્યુઅલ આસિસટન્ટ જેવી ટેક્નોલોજી અપનાવી રહી છે. તેનાથી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા અને અનુભવ પ્રદાન કરવામાં તો મદદ મળી જ રહી છે, સાથે જ મોલમાં આવતા મુલાકાતીઓની આદત પણ જાણવામાં મદદ મળી રહી છે.
તે ઉપરાંત હીટ મેપના ઉપયોગથી મૉલના કોઇ ખાસ વિસ્તારમાં કોઇ પ્રવૃત્તિના કલર કોડેડ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મળે છે. તેનાથી મૉલ ઓપરેટરને જાણવા મળે છે કે તેમના ગ્રાહક ક્યાં સેગમેન્ટમાં વધુ જાય છે અથવા ભેગા થાય છે. આ જાણકારીનો ઉપયોગ કિયોસ્ક લગાડવા અને રિટેલર્સ માટે ભાડું નક્કી કરવામાં થાય છે. રાજસ્થાનના મૉલ ડેવલપર ભૂમિકા ગ્રુપના એમડી ઉદ્વવ પોદ્દારે જણાવ્યું કે તેમની કંપનીએ પોતાની પ્રોપર્ટીઝમાં સ્કેનર લગાડ્યા છે. તેની મારફતે એકત્ર કરાયેલા ડેટાનો ઉપયોગ ગ્રાહકોની શૉપિંગ પેટર્ન સમજવા માટે કરવામાં આવે છે. કસ્ટમર ટ્રાફિક અને બિહેવિયરની સમજ વધારવા માટે નક્કી જગ્યા પર ફુટફૉલ સ્કેનર લગાડવાની પણ યોજના છે. નોઇડામાં સ્પેક્ટ્રમ મેટ્રો મૉલના વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) અજેન્દ્ર સિંહે કહ્યું કે, ડિઝાઇન લેઆઉટ અને કેચમેન્ટ એરિયાના ડેમોગ્રાફિક્સની સાથે મૉલની બ્રાન્ડ મિક્સમાં એઆઇનો ઉપયોગ કરીને ગ્રાહકોની પસંદ, નાપસંદનું અનુમાન લગાવી શકાય છે. નાઇટ ફ્રેન્કના ડિરેક્ટર અભિષેક શર્માએ જણાવ્યું હતું કે એઆઇ ટૂલ મોલને એ જાણવામાં મદદ કરે છે કે તેમની પાસે કેટલા ગ્રાહક છે અને તેઓ કઇ શોપ પર જાય છે.
AI રિટેલર્સ અને ગ્રાહકો માટે પણ ઉપયોગી
રિયલ એસ્ટેટ કન્સલટન્ટ સીબીઆરઇ ઇન્ડિયાના CEO અંશુમાન મેગઝીન અનુસાર, રિટેલર પણ પ્રોડક્ટની વિગત લખવા, સ્ટૉક મેનેજમેન્ટ અને પ્રોડક્ટ સંબંધિત પૂછપરછનો જવાબ આપવા માટે વર્ચ્યુઅલ આસિસટન્ટના રૂપમાં AI અને ચેટબોટનો ઉપયોગ કરી રહ્યા છે. રિટેલર્સ ગ્રાહકોની સંખ્યા વધારવા માટે બ્રાન્ડના સહયોગથી ઇન-એપ વિકલ્પોની સાથે સાથે ઇમેલ માર્કેટિંગ સહિત ઓમની ચેનલ રણનીતિ પર કામ કરી રહ્યા છે. ગત ખરીદીના આધાર પર તેમને પ્રોડક્ટ પસંદ કરવા ભલામણ કરવામાં પણ મદદ કરે છે.