નવી દિલ્હી38 મિનિટ પેહલા
- કૉપી લિંક
આપણા દેશમાં બાળકનો જન્મ થાય ત્યારે ‘આઈ’ (મા) પણ બોલે છે અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પણ બોલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી.
આ આખો ઇન્ટરવ્યૂ આજે બ્રોડકાસ્ટ થશે. જેની થીમ ‘ફ્રોમ એઆઈ ટૂ ડિજિટલ પેમેન્ટ્સ’ છે. ન્યૂઝ એજન્સી ANIએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઇન્ટરવ્યૂનો પ્રોમો જાહેર કર્યો હતો.
ટીઝરમાં વડાપ્રધાન મોદીની બિલ ગેટ્સ સાથે આર્ટિફિશિયલ ઇન્ટરેલિજન્સ (AI), ડિજિટલ રેવોલ્યૂશન, હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, નારી શક્તિ, ક્લાઇમેટ ચેન્જ અને ગવર્નેંસ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળ્યા છે.
PMએ બિલ ગેટ્સને નમો એપના ‘ફોટો બૂથ’ ફીચર વિશે જણાવ્યું, જેને જોઈને ગેટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા.
સાયકલ ચલાવતા આવડતું નહોતું, આજે ડ્રોન ચલાવે છે
ઇન્ટરવ્યૂ દરમિયાન બિલ ગેટ્સ પીએમ મોદીને કહે છે, ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની થીમ એવી હોવી જોઈએ જે બધા માટે હોય. આના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, ગામડાઓમાં મહિલાઓ એટલે- ભેંસ ચરાવવી, ગાયો ચરાવવી, દૂધ કાઢવું.
પરંતુ એવું નથી, મેં તેમના હાથમાં ટેક્નોલોજી (ડ્રોન)આપ્યું છે. આ દિવસોમાં જ્યારે ડ્રોન દીદી સાથે વાત કરે છું, તે ખૂશ થઈ જાય છે. તેઓ કહે છે કે અમને સાયકલ ચલાવતા આવડતું નહોતું, આજે અમે પાયલટ બની ગયા છીએ, ડ્રોન ઉડાડીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું- મારું જેકેટ રિસાઇકલ મટિરિયલમાંથી બન્યું છે
બિલ ગેટ્સે મોદીને પૂછ્યું- ભારતનો ઇતિહાસ જ પર્યાવરણને અનુકૂળ રહ્યો છે, જેને હાલના સમય સાથે ઘણોખરો જોડી શકાય છે. જેના જવાબમાં પીએમે પોતાની જેકેટ બતાવીને કહ્યું, આ જેકેટ રિસાઇકલ મટિરિયલમાંથી બન્યું છે. તેમણે કહ્યું, અમે પ્રગતિના પેરામીટર ક્લાઇમેટ ફ્રેન્ડલી બનાવ્યા હતા, આજે અમારી પ્રગતિના બધા જ પેરામીટર એન્ટી-ક્લાઇમેટ છે.
કોરોનાકાળ દરમિયાન વેક્સીન બનાવવી અને તેને આખા દેશ-દુનિયામાં પહોંચાડવી એના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, તમે લોકોને એજ્યુકેટ કરો અને તેમને સાથે લઇને ચાલો. આ વાયરસ Vs ગવર્મેન્ટ નથી, પરંતુ લાઇફ Vs વાયરસની લડાઈ છે.
બિલ વિશ્વના 7મા સૌથી અમીર વ્યક્તિ છે
માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ વિશ્વના 7માં સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 131.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 10.94 લાખ કરોડ રૂપિયા છે. બિલ ગેટ્સે 1975માં માઈક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. તેઓ 2000 સુધી કંપનીમાં CEOના પદ પર હતા.
બિલ ગેટ્સ ભારતની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓ 1 માર્ચ, 2024ના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે ઘણા વૈશ્વિક મુદ્દાઓ અને પરિવર્તનની જરૂરિયાત પર ચર્ચા થઈ હતી.