18 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
વૈશ્વિક સ્તરે ઈઝરાયેલે યુદ્વ વિરામની દરખાસ્ત ફગાવતા ફરી યુદ્વ વકરવાના એંધાણે જીઓપોલિટીકલ ટેન્શન વધતા એશીયા બજારોમાં જાપાન, હોંગકોંગ અને ચાઈનાના બજારોમાં ધોવાણની નેગેટીવ અસર સાથે સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં ભાજપના ગઢમાં ઓછું મતદાન નોંધાતા એનડીએની સીટ્સમાં ઘટાડો થવાના અહેવાલો બજારમાં ફરતાં થતાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે સપ્તાહના ચોથા દિવસે ફોરેન ફંડોની ભારે વેચવાલીએ ભારતીય શેરબજારમાં અંદાજીત 1000 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.
છેલ્લા થોડા સમયથી ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે ત્યારે આજે બીએસઇ સેન્સેક્સ 72500 પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચરે 22100 પોઈન્ટનો મહત્ત્વનો સપોર્ટ તોડી ઘટાડે બંધ રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ 1062 પોઈન્ટના ઘટાડા સાથે 72404 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 321 પોઈન્ટના ઘટાડા સાથે 22072 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 507 પોઈન્ટના ઘટાડા સાથે 47668 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.01% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.41% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3943 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2902 અને વધનારની સંખ્યા 929 રહી હતી, 112 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 373 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 221 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ 1.77%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.37%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 1.14%, ઈન્ફોસિસ 0.80% અને એચસીએલ ટેક 0.80 ટકા વધ્યા હતા જ્યારે લાર્સન 6%, એશિયન પેઈન્ટ્સ 4.68%, જેએસડબ્લ્યુ સ્ટીલ 3.64%, આઈટીસી 3.56% અને ઈન્ડસઈન્ડ બેન્ક 2.88% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 7.35 લાખ કરોડ ઘટીને 393.34 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 5 કંપનીઓ વધી અને 25 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22072 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 21880 પોઇન્ટના પ્રથમ અને 21808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22133 પોઇન્ટથી 22202 પોઇન્ટ, 22232 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 21808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47668 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47303 પોઇન્ટના પ્રથમ અને 47170 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47808 પોઇન્ટથી 47979 પોઇન્ટ, 48008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 47170 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
લુપિન લિ. ( 1579 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1533 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1517 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1603 થી રૂ.1616 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1630 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ટેક મહિન્દ્ર ( 1275 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1244 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1230 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1288 થી રૂ.1300 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
હેવેલ્સ ઈન્ડિયા ( 1676 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1707 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1660 થી રૂ.1644 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1720 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
સન ફાર્મા ( 1506 ):- રૂ.1544 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1557 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1488 થી રૂ.1474 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1570 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિશ્વના પાંચમાં મોટા અર્થતંત્ર ભારતમાં એફએમસીજી ઉત્પાદકો મંદ માંગનો સામનો કરી રહ્યા છે. ઊંચા ભાવને કારણે ઉપભોગતાઓ બિનઆવશ્યક માલસામાન પાછળના ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશમાં ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસની માંગ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી છે. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત જ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં એફએમસીજીનું વધુ વેચાણ જોવા મળ્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહેવાની ધારણાં છે ત્યારે ચોમાસા બાદ અને લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ જવા બાદ ગ્રામ્ય વિસ્તારમાં માંગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. માર્ચ ત્રિમાસિકમાં એફએમસીજીના એકંદર વેચાણમાં વાર્ષિક ધોરણે 6.50% વધારો જોવા મળ્યો છે જે ડિસેમ્બર ત્રિમાસિકમાં 6% રહ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વ્યક્તિગત સારસંભાળ તથા હોમ કેર સામાનની આગેવાની હેઠળ ગ્રામ્ય ભારતમાં વેચાણમાં 7.60% વૃદ્ધિ જોવા મળી છે, જે ડિસેમ્બર ત્રિમાસિકમાં 5.80% જોવા મળી હતી. આની સામે શહેરી વિસ્તારમાં વેચાણ વૃદ્ધિ 6.90 પરથી ઘટી 5.70% રહી હતી. છેલ્લા કેટલાક સમયથી દેશમાં ફુગાવો પ્રમાણમાં ઊંચો જોવા મળી રહ્યો છે જેને કારણે માંગ પર અસર પડી છે. ફુગાવો ઘટાડવા રિઝર્વ બેન્કના સતત પ્રયાસો છતાં માર્ચનો ફુગાવો 4.85% રહ્યો હતો. જે રિઝર્વ બેન્કના 4%ના ટાર્ગેટથી ઊંચો છે.
ચૂંટણી તેમજ મોટાભાગના શેરોના પ્રીમિયમ વેલ્યુએશનના પગલે પ્રોફિટ બુકિંગ વધ્યું છે ત્યારે અગામી દિવસોમાં લોકસભા ચૂંટણીના પરિણામો સુધી સ્ટોક માર્કેટમાં કોન્સોલિડેશન જારી રહેશે, જયારે એફએમસીજી અને રિયલ્ટી સેગમેન્ટના શેરોમાં વોલ્યુમ ગ્રોથ વધવાના આશાવાદ સાથે તેજી જોવા મળી શકે છે.