36 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી પરંતુ અંતે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ફ્યુચર પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડા સાથે બંધ થયા હતા. વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે મજબૂતી અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ગત સપ્તાહના અંતે આઈસીઆઈસીઆઈ બેંકના ત્રિમાસિક પરિણામ અને બેંકોની એસેટ ગુણવતા સુધરી રહી હોવાના પોઝિટીવ પરિબળે તેમજ અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના સારા પરિણામે લોકલ ફંડો સાથે ફોરેન ફંડોએ નીચા મથાળે લેવાલી કરતા સપ્તાહની શરૂઆતે ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી જોવા મળી હતી, જો કે આજે ઇન્ડેક્સ બેઇઝડ બે તરફી અફડાતફડીના અંતે બજારમાં ફરી વધ્યામથાળે ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં ખેલંદાઓ, ઓપરેટરોએ પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઈ સેન્સેક્સ 188 પોઈન્ટના ઘટાડા સાથે 74482 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 42 પોઈન્ટના ઘટાડા સાથે 22707 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 159 પોઈન્ટના ઘટાડા સાથે 49390 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.49% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.10% વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3950 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2014 અને વધનારની સંખ્યા 1804 રહી હતી, 132 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 1 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.53%, પાવર ગ્રીડ 2.71%, ઈન્ડસઈન્ડ બેન્ક 1.87%, બજાજ ફાઈનાન્સ 1.52% અને બજાજ ફિનસર્વ 1.27% વધ્યા હતા જ્યારે ટેક મહિન્દ્રા 2.08%, જેએસડબ્લ્યુ સ્ટીલ 1.50%, ટાટા સ્ટીલ 1.46%, એચસીએલ ટેક 1.41% અને સન ફાર્મા 1.29% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 0.03 લાખ કરોડ વધીને 406.55 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 12 કંપનીઓ વધી અને 17 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22707 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22808 પોઇન્ટના પ્રથમ અને 22880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22676 પોઇન્ટથી 22606 પોઇન્ટ, 22570 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49390 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49676 પોઇન્ટના પ્રથમ અને 49808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 49232 પોઇન્ટથી 49009 પોઇન્ટ, 48880 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 49808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એચડીએફસી બેન્ક ( 1510 ) :- રૂ.1488 નો પ્રથમ તેમજ રૂ.1474 બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1533 થી રૂ.1540 સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
બાટા ઈન્ડિયા ( 1369 ) :- ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.1388 થી રૂ.1404 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.1330 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ભારતી એરટેલ ( 1333 ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1360 ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1317 થી રૂ.1303 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
ટેક મહિન્દ્ર ( 1272 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1303 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1260 થી રૂ.1244 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1313 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
બજારની ભાવિ દિશા…
મિત્રો, વૈશ્વિક મોરચે હજુ ફુગાવાનું જોખમ સતત ઝળુંબી રહ્યું હોઈ વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં હાલ તુરત ઘટાડો કરવાથી દૂર રહી ગત સપ્તાહના અંતે બેંક ઓફ જાપાને પ્રમુખ રેટ જાળવી રાખતાં ફરી અમેરિકી ડોલર સામે યેનમાં કડાકો બોલાયો છે. ક્રુડ ઓઈલના ભાવ સપ્તાહ દરમિયાન અથડાતાં રહ્યા બાદ અંતે ફરી વધતાં જોવાયા છે. અમેરિકાનો જીડીપી વૃદ્વિનો દર નબળો આવતાં અને ફુગાવો વધતાં અમેરિકી બજારોમાં આંચકા બાદ ગુગલ પેરન્ટ આલ્ફાબેટ સહિતના પરિણામોએ સપ્તાહના અંતે ફરી તેજી આવી છે.
વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મળનારી મીટિંગ અને 1, મે 2024ના આ મીટિંગના જાહેર થનારા નિષ્કર્ષ પર નજર રહેશે. વ્યાજ દર આ વખતે યથાવત રહેવાની શકયતા છે. વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલ, અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતના વૈશ્વિક ચલણોમાં ઉથલપાથલ પર નજર સાથે સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં 1લી મે, 2024ના અંબુજા સિમેન્ટ, 2, મે 2024ના અદાણી એન્ટરપ્રાઈસીઝ, અદાણી પોર્ટ્સ તેમજ 3, મે 2024ના ટાઈટન કંપની, ટાટા ટેકનોલોજીના જાહેર થનાર પરિણામો પર બજારની નજર રહેશે.