નવી દિલ્હી24 મિનિટ પેહલા
- કૉપી લિંક
જાન્યુઆરી 2024માં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.1% પર આવી ગયો છે. આ ત્રણ મહિનામાં ફુગાવાનો સૌથી નીચો સ્તર છે. અગાઉ ડિસેમ્બર 2023માં ફુગાવો 5.69% હતો. જ્યારે નવેમ્બરમાં તે 5.55%, ઓક્ટોબરમાં 4.87% અને સપ્ટેમ્બરમાં 5.02% હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઘટવાના કારણે મોંઘવારી ઘટી છે.
ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં શાકભાજીનો મોંઘવારી દર 27.6 ટકાથી ઘટીને 27 ટકા થયો હતો. બીજી તરફ ઈંધણ અને વીજળીનો ફુગાવાનો દર -0.60% થઈ ગયો છે, જે ડિસેમ્બરમાં -0.77% હતો.
- ખાદ્ય ફુગાવાનો દર 9.5%થી ઘટીને 8.3% થયો
- ગ્રામીણ મોંઘવારી દર 5.93%થી ઘટીને 5.34% થયો
- શહેરી ફુગાવાનો દર 5.46%થી ઘટીને 4.92% થયો
છૂટક ફુગાવો 4% પર રાખવાનો લક્ષ્યાંક
મોંઘવારી સંબંધિત આરબીઆઈની રેન્જ 2%-6% છે. આદર્શરીતે, RBI ઈચ્છે છે કે છૂટક ફુગાવો 4% પર રહે.
ફુગાવો કેવી રીતે અસર કરે છે?
ફુગાવાનો સીધો સંબંધ ખરીદ શક્તિ સાથે છે. ઉદાહરણ તરીકે, જો ફુગાવાનો દર 6% છે, તો 100 રૂપિયાની કમાણી માત્ર 94 રૂપિયાની થશે. તેથી ફુગાવાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ. નહીંતર તમારા પૈસાની કિંમત ઘટી જશે.
ફુગાવો કેવી રીતે વધે છે અને ઘટે છે?
ફુગાવાનો વધારો અને ઘટાડો ઉત્પાદનની માંગ અને પુરવઠા પર આધારિત છે. જો લોકો પાસે વધુ પૈસા હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. વધુ વસ્તુઓ ખરીદવાથી વસ્તુઓની માંગ વધશે અને જો માંગ પ્રમાણે પુરવઠો નહીં મળે તો આ વસ્તુઓની કિંમતમાં વધારો થશે.