મુંબઈએક કલાક પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે સોમવારે (18 ડિસેમ્બર) શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 46 પોઈન્ટના ઘટાડા સાથે 71,437ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે નિફ્ટીમાં પણ 22 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે 21,434ના સ્તરે ખુલ્યો હતો.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો અને 14માં વધારો જોવા મળ્યો હતો. આ પહેલા શુક્રવારે શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું.
આજથી 3 IPO ખુલ્યા
આજે, 3 પ્રારંભિક જાહેર ઑફર્સ એટલે કે IPO શેર માર્કેટમાં લિસ્ટિંગ માટે ખુલ્યા છે. તેમાં મુથૂટ માઇક્રોફિન લિમિટેડ, મોટિસન્સ જ્વેલર્સ લિમિટેડ અને સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડનો સમાવેશ થાય છે. તે જ સમયે, આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડના આઇપીઓમાં રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે, આ ઇશ્યૂ 14 ડિસેમ્બરે ખોલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, આ અઠવાડિયે અન્ય 5 IPOમાં રોકાણ કરવાની તક મળશે, જેમાં હેપ્પી ફોર્જિંગ્સ લિમિટેડ, આરબીઝેડ જ્વેલર્સ લિમિટેડ, ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ લિમિટેડ, આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડ અને ઈનોવા કૅપ્ટબ લિમિટેડનો સમાવેશ થાય છે. આવો જાણીએ એક પછી એક આ તમામ કંપનીઓના IPO વિશે.
આજથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક
સરકાર ફરી એકવાર સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક આપી રહી છે. બોન્ડની નવી શ્રેણી આજે, સોમવાર (18 ડિસેમ્બર) ખુલી છે. 22મી ડિસેમ્બર સુધી આમાં રોકાણ કરવાની તક મળશે. આ વખતે સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે.
ઓનલાઈન અરજી કરવા અને ડિજિટલ પેમેન્ટ કરવા પર તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે તમારે 1 ગ્રામ સોના માટે 6,149 રૂપિયા ચૂકવવા પડશે.
શુક્રવારે સેન્સેક્સે નવી ઊંચી સપાટી બનાવી હતી
આ પહેલા શુક્રવારે (15 ડિસેમ્બર) શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 71,605.76 ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 21,492.30 ના સ્તરને સ્પર્શ્યો. જોકે, બાદમાં તે થોડો નીચે આવ્યો હતો અને સેન્સેક્સ 969 પોઈન્ટના વધારા સાથે 71,483ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 273 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 21,456ના સ્તરે બંધ રહ્યો હતો.