- Gujarati News
- Business
- There Is No Claimant For ~42,270 Crore Lying In Banks Of The Country Over The Years: Govt
નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
- 1 જ વર્ષમાં અનક્લેમ્ડ ડિપૉઝિટ 28 ટકા વધી
- ગત વર્ષે રૂ. 32,934 કરોડનો કોઈએ દાવો કર્યો નહોતો
માર્ચ, 2023 સુધીમાં બૅન્કોમાં દાવા વગરની થાપણો (અનક્લેમ્ડ ડિપૉઝિટ)માં વાર્ષિક 28 ટકાનો વધારો થઈને રૂ. 42,270 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022માં જાહેર અને ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં 32,934 કરોડની દાવા વગરની થાપણોની સરખામણીએ માર્ચ, 2023ના અંતે આ રકમ 28 ટકા વધીને 42,272 કરોડ રૂપિયા થઈ છે.
માર્ચ, 2023ના અંતે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં રૂ. 36,185 કરોડ જેટલી આવી થાપણો હતી જ્યારે રૂ. 6,087 કરોડ ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં હતી. બૅન્કો તેમના ખાતાંમાં 10 કે તેથી વધુ વર્ષથી પડેલી ખાતેદારોની દાવા વગરની થાપણો રીઝર્વ બૅન્કના ડિપૉઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં મોકલતી હોવાની માહિતી નાણા રાજ્ય મંત્રી કરડે રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં આપી હતી.
બૅન્કોમાં રોકડની અછત 2 લાખ કરોડથી વધી ગઈ
બૅન્કોમાં તરલતા એટલે કે રોકડની અછત 2 લાખ કરોડ રૂપિયાથી વધી ગઈ છે. અછતને પગલે રીઝર્વ બૅન્કે સોમવારે બૅન્કિંગ સિસ્ટમમાં 2.01 લાખ કરોડ રૂપિયા નાક્યા હતા, જે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. બૅન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ઍડ્વાન્સ ટેક્સ ચુકવવા માટે બૅન્કોમાંથી રોકડ ઉપાડતાં તરલતા ઘટી હતી.