31 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખ, વહીદા રહેમાન અને હેલન હાલમાં શ્રીનગરમાં વેકેશનની મજા લઇ રહી છે. એક્ટ્રેસ આશા પારેખે આ સફરની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
70ના દાયકાની આ પ્રખ્યાત એક્ટ્રેસના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ ફેન્સ પણ લાઈક કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
હાઉસબોટમાં અન્ય મિત્રો સાથે ત્રણેય એક્ટ્રેસ
ફોટો શેર કરીને લખ્યું- ફ્રેન્ડ્સ ફોરએવર
જ્યારે એક તસવીરમાં ત્રણેય એક્ટ્રેસોએ હાઉસબોટની અંદર એન્જોય કરતી જોવા મળે છે, તો બીજી તસવીરમાં ત્રણેય શ્રીનગરના દાલ લેકની સામે સ્થિત ‘ધ લલિતા ગ્રાન્ડ પેલેસ’ હોટેલના લૉનમાં નાસ્તો કરતી જોવા મળે છે.
આ તસવીરો શેર કરતાં આશા પારેખે લખ્યું, ‘મારા પ્રિય મિત્રો સાથે શ્રીનગરમાં હાઉસબોટનો આનંદ માણી રહી છું.’ આ સાથે આશાએ ફ્રેન્ડ્સ ફોરએવર અને ફન ટાઇમ જેવા હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.
આશાએ 4 દિવસ પહેલાં બ્રેકફાસ્ટ ટેબલ પરથી આ ફોટો પણ શેર કર્યો હતો
ત્રણેય એક્ટ્રેસોના કાશ્મીર સાથે જૂના સંબંધો છે
ત્રણેય એક્ટ્રેસોનું કાશ્મીર સાથે જૂનું કનેક્શન છે. ત્રણેય જણે પોતાની ફિલ્મોનું શૂટિંગ કોઈને કોઈ વાર કર્યું છે. જ્યાં આશા પારેખે 1959માં સુપરહિટ ફિલ્મ ‘દિલ દેકે દેખો’ અને 1963માં ‘ફિર વહી દિલ લાયા હૂં’ કાશ્મીરમાં શૂટ કરી હતી.
ઓક્ટોબર 2022માં પણ આશાએ હેલન અને વહીદા સાથે આ ફોટો શેર કર્યો હતો. આ પછી તેઓએ તેમના બે મિત્રો સાથે દાદાસાહેબ ફાળકે અવૉર્ડની જીતનું સેલિબ્રેશ કર્યું હતું
વહીદા રહેમાનની ફિલ્મ ‘કભી કભી’નું શૂટિંગ પણ શ્રીનગરમાં થયું હતું. હેલનની ‘જંગલ’ અને ‘દસ લાખ’ જેવી ફિલ્મોનું શૂટિંગ પણ કાશ્મીરમાં થયું હતું.