5 કલાક પેહલા
- કૉપી લિંક
આ વર્ષની સૌથી મોટી સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ના નિર્માતાઓએ આખરે જાહેરાત કરી છે કે તેમની ફિલ્મ 27 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કમલ હાસન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશાપટની લીડ રોલમાં જોવા મળશે. દર્શકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. પોસ્ટ શેર કરતી વખતે નિર્માતાઓએ લખ્યું, ‘આવતીકાલને વધુ સારી બનાવવા માટે સમગ્ર બળ એકસાથે લગાવવામાં આવી રહ્યું છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના રોલ ‘અશ્વત્થામા’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં તે જૂના મંદિરમાં બેઠેલા જોવા મળે છે. તેઓ આશાભરી આંખોથી સૂર્યપ્રકાશ તરફ જોઈ રહ્યા છે. આ પોસ્ટરને શેર કરતી વખતે મેકર્સે લખ્યું – ‘હવે સમય આવી ગયો છે કે તમારે આ રોલ વિશે જાણકારી મેળવવી જોઈએ.’
મેકર્સે રવિવારે ફિલ્મનું આ પોસ્ટર શેર કર્યું હતું
આ વર્ષની સૌથી મોંઘી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’
જો બજેટ પર નજર કરીએ તો આ વર્ષે સૌથી મોટો દાવ ‘કલ્કિ 2898 AD’ પર લગાવવામાં આવ્યો છે.’ તેનું બજેટ 600 કરોડ છે. તેને તેલુગુ સિનેમાના જાણીતા નિર્દેશક નાગ અશ્વિને બનાવી છે. હિન્દીની સાથે સાથે આ ફિલ્મ તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે.
આ ફિલ્મ પ્રભાસ માટે ઘણી મહત્ત્વની સાબિત થવા જઈ રહી છે કારણ કે, ગત વર્ષે તેની ફિલ્મ ‘આદિપુરુષ’ પણ 600 કરોડના બજેટ સાથે બની હતી, પરંતુ તે ફ્લોપ સાબિત થઈ હતી. જ્યારે ‘સાલાર’ 590 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.