7 કલાક પેહલા
- કૉપી લિંક
જાણીતા સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાન પર ફિલ્માવાયેલા બે ગીત ‘ટન ટના ટન’ અને ‘ચુનરી-ચુનરી’માં પોતાનો અવાજ આપ્યો છે. જોકે તે બિલકુલ ખુશ નહતા. ફિલ્મ ‘જુડવા’ના ગીત ‘ટન ટના ટન’ વિશે વાત કરતાં અભિજીતે ખુલાસો કર્યો છે કે તેમણે આ ગીત સલમાન માટે નહીં પણ ગોવિંદા માટે ગાયું હતું. પરંતુ જ્યારે તેમણે આ ગીતને સલમાન પર ફિલ્માવાતું જોયું તો ઘણું ખરાબ લાગ્યું હતું. આ સાથે એમ પણ કહ્યું કે તેમણે જે રીતે તે ગીત ગાયું હતું, તે રીતે એક્સપ્રેશન અને એક્ટિંગ ગીતમાં જોવા મળ્યા નહતાં.
હાલમાં જ પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અભિજીતે સલમાનના ગીત ‘ટન ટના ટન’ વિશે વાત કરી હતી. પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, એક દિવસ તેમને અનુ મલિકનો ફોન આવ્યો હતો અને તેમને સહારા સ્ટુડિયોમાં બોલાવ્યા અને કહ્યું કે તેમને ડેવિડ ધવનની ફિલ્મ માટે ગાવાનું છે. અભિજીતે જણાવ્યું કે તેનું રિહર્સલ થયું ન હતું. જ્યારે અભિજીત સહારા સ્ટુડિયો પહોંચ્યા ત્યારે ડિરેક્ટર ડેવિડ ધવન સેટ પર નહોતા. તેમની ગેરહાજરીમાં ગીત લખવામાં આવ્યું અને રેકોર્ડ કરવામાં આવ્યું.
અભિજીતે જણાવ્યું કે કન્ફ્યુઝન કેમ હતું?
વધુમાં કહ્યું કે, ‘ડેવિડ ધવન જ્યારથી ડેવિડ ધવન બન્યા છે ત્યારથી ગોવિંદા સિવાય કોઈની સાથે કામ કર્યું નથી. તેથી મને કોઈએ કહ્યું નહોતું કે તેમાં (ફિલ્મમાં) કોણ છે.’ અભિજીતે કહ્યું કે તેને લાગ્યું કે દર વખતની જેમ હવે ડેવિડ ધવનની આ ફિલ્મમાં પણ ગોવિંદા હશે. આ જ કારણ છે કે તેમણે તે ગીત ગોવિંદા માટે તેના એક્સપ્રેશન પ્રમાણે ગાયું હતું. અભિજીતે કહ્યું કે, ‘જ્યારે તે ગીત રેકોર્ડ કરી રહ્યા હતા ત્યારે સ્ટુડિયોમાં હાજર રેકોર્ડિસ્ટ તેની તરફ જોઈ રહ્યો હતો અને પૂછતો હતો કે તમે ગોવિંદા કેમ બની રહ્યા છો?.’
અભિજીતે વધુમાં જણાવ્યું કે, ‘તેને ખબર નહોતી કે સલમાન ખાનને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેમણે એક્સપ્રેશનને ધ્યાનમાં રાખીને આખું ગીત ગાયું હતું, જો કે, જ્યારે ગીત બન્યું ત્યારે તે એક્સપ્રેશનથી નહીં પરંતુ ડાન્સ અને કોરિયોગ્રાફીથી ભરપૂર બનાવવામાં આવ્યું હતું. અભિજીતે કહ્યું, ‘જે રીતે ગીત ગાયું હતું, તેવી જ રીતે એક્ટિંગ અને એક્સપ્રેશન બતાવવામાં આવ્યા નહોતા’.
‘ચુનરી-ચુનરી’ ગીતથી પણ અભિજીત નાખુશ
અભિજીતે ફિલ્મ ‘બીવી નંબર 1’ ના હિટ ગીત ‘ચુનરી-ચુનરી’ વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, ‘મારા નજરે આ કોઈ મહાન ગીત નહોતું. તેમાં માત્ર ઇન્સ્ટ્રૂમેન્ટ હતાં. તો બસ તેમાં માત્ર મારું નામ જ દેખાય છે. એવું નથી કે આ મારું ગીત છે, પરંતુ તે ઘણા સમય પહેલાંનું હિટ ગીત છે. મારા ગીતો હિટ થયા છે, પરંતુ એ જરૂરી નથી કે ફિલ્મ કોમર્શિયલ પણ હિટ રહી હોય. મારા ગીતો ક્લાસિક બન્યાં છે.’