6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેલિવિઝન એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. દિવ્યાંકા ઊંચાઈ પરથી પડતા ખરાબ રીતે ઘાયલ થઇછે અને તેના હાથના બે હાડકાં પણ તૂટી ગયા છે. આ માહિતી દિવ્યાંકાના પતિ વિવેક દહિયાએ સોશિયલ મીડિયા પર આપી છે.
વિવેકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, દિવ્યાંકા સ્વસ્થ થઈ રહી છે. ગઈકાલે સાંજે તે ઊંચાઈ પરથી પડી ગઈ હતી જેના કારણે તેના હાથના બે હાડકાં તૂટી ગયા હતા. આ પછી તરત જ તેની સર્જરી કરવામાં આવી. દિવ્યાંકા હાલ તો દુઃખમાં છે પરંતુ તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાને કારણે તે સ્વસ્થ થઈ જશે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ સમયે અમારા પરિવાર માટે પ્રાઇવસી રાખો.
વિવેક દહિયાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જેમાં તેણે દિવ્યાંકાની હેલ્થ અપડેટ આપી છે
થોડા મહિના પહેલાં લિગામેન્ટ સર્જરી કરી
દિવ્યાંકા આ વર્ષે બીજી વખત ઈજાગ્રસ્ત થઈ છે. થોડા મહિના પહેલાં લિગામેન્ટની સર્જરી કરાવી હતી, ત્યારબાદ તે બેડ રેસ્ટ પર હતી. દિવ્યાંકાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. 9 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ પર લિગામેન્ટ સર્જરીથી રિકવરી સુધીની તેની સફર શેર કરી.
‘બનું મેં તેરી દુલ્હન’ થી લોકપ્રિયતા મળી
દિવ્યાંકા ત્રિપાઠીનું નામ ટોચની ટીવી એક્ટ્રેસમાં યાદીમાં સામેલ છે. તેણે ‘યે હૈ મોહબ્બતેં’, ‘બનો મેં તેરી દુલ્હન’, ‘ચિન્ટુ ચિંકી ઔર એક બડી સી લવ સ્ટોરી’ જેવી ઘણી સિરિયલમાં લીડ રોલ નિભાવ્યા છે.
આ દિવસોમાં દિવ્યાંકા વેબ સિરીઝ ‘અદ્રશ્યમ’માં જોવા મળી રહી છે જેમાં તે ઈન્સ્પેક્ટર પાર્વતી સહગલની ભૂમિકા ભજવી રહી છે.
દિવ્યાંકા અને વિવેક દહિયા
દિવ્યાંકા આકાશવાણીમાં એનાઉન્સર હતી
ભોપાલની નૂતન કોલેજમાંથી અભ્યાસ કરનાર દિવ્યાંકાએ ઓલ ઈન્ડિયા રેડિયોમાં એનાઉન્સર અને એન્કર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેણીએ સિરિયલ માટે ઓડિશન આપ્યું અને પસંદગી પામી.
દિવ્યાંકા અને વિવેક ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ના સેટ પર મળ્યા હતા. ધીમે-ધીમે બંનેની નિકટતા વધતી ગઈ અને લગભગ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2016માં લગ્ન કરી લીધા.