34 મિનિટ પેહલા
- કૉપી લિંક
77મો કાન ફિલ્મ ફેસ્ટિવલ મંગળવારથી શરૂ થયો છે. ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે કાન જવા રવાના થઈ હતી. ગત રાત્રે ઐશ્વર્યા તેની પુત્રી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઐશ્વર્યાના હાથમાં પ્લાસ્ટર જોઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. તેના જમણા હાથ પર આર્મ સ્લિંગ હતું. ઈજાગ્રસ્ત હોવા છતાં તે કાન્સમાં હાજરી આપવા ગઈ હતી. ઐશ્વર્યાના લુકની વાત કરવામાં આવે તો તે ઓવરસાઇઝડ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી હતી. જ્યારે પુત્રી આરાધ્યા બ્લેક જોગર્સ અને સફેદ સ્વેટશર્ટ પહેરેલી જોવા મળી હતી.
ફોટોગ્રાફર માટે પોઝ આપ્યા પછી આરાધ્યાએ એરપોર્ટની અંદર જતાં ફોટોગ્રાફરને બાય કહ્યું હતું. તેની મીઠી હરકતો જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરાધ્યાની હેરસ્ટાઈલમાં આવેલા બદલાવથી ઐશ્વર્યાના ફેન્સ ખૂબ જ ખુશ છે.
ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે જોવા મળી હતી
સોશિયલ મીડિયા પર યુઝર્સનું રિએક્શન
એક યુઝરે ઐશ્વર્યાના હાથની ઈજાનું કારણ પૂછ્યું અને તેના ઝડપી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી. અન્ય એક યુઝરે કહ્યું કે આરાધ્યા તેની બેંગ્સ હેરસ્ટાઈલ બદલ્યા બાદ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અન્ય એક યુઝર કહે છે કે આરાધ્યા ખૂબ જ નિર્દોષ છે. ઐશ્વર્યા તેની ખૂબ સારી રીતે કાળજી લઈ રહી છે. કેટલાક લોકોએ આરાધ્યાની એક્ટિંગના વખાણ પણ કર્યા હતા. તેમણે તેમની શાળામાં એક એક્ટ કર્યું, જે પછી તેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.
ઐશ્વર્યા અને આરાધ્યા સિવાય કિઆરા અડવાણી પણ આજે સવારે કાન જવા રવાના થઈ ગઈ હતી. આ વખતે કિઆરા કાનમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. કિઆરા બ્રેઝ કલરના લાંબા જેકેટ, મેચિંગ સ્વેટટોપ અને પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેએરપોર્ટની અંદર જતા પહેલા એક્ટ્રેસે એન્ટ્રી ગેટ પર ફોટોગ્રાફર સામે પોઝ આપ્યો હતો. કિઆરા ઉપરાંત શોભિતા ધુલીપાલા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. શોભિતા પણ કાનમાં હાજરી આપવા માટે ફ્રાન્સ જવા રવાના થઈ હતી.
કિઆરા અડવાણી કાન જવા રવાના થઈ
શોભિતા ધુલીપાલા કાન જવા રવાના