19 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની ગણના તે સમયની ટોપની એક્ટ્રેસમાં કરવામાં આવતી હતી. એ દિવસોમાં તેમની પાસે ફિલ્મોની લાઈન લાગેલી હતી. પરંતુ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે પોતાના કરિયર સાથે જોડાયેલો ખુલાસો કર્યો હતો. ઐશ્વર્યાને સૌથી પહેલાં 5 ફિલ્મોમાં સાઈન કરવામાં આવી હતી. પરંતુ એક દિવસ અચાનક જ તેમને પાંચેય ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવી હતી.
ઘણા વર્ષો પહેલાં ઐશ્વર્યા સિમી ગરેવાલના શોમાં આવી હતી. આ દરમિયાન ઐશ્વર્યાએ ફિલ્મોમાંથી બહાર થવાની વાત કરી હતી. ઐશ્વર્યા આ પહેલાં ફિલ્મ ‘વીર ઝારા’માં જોવા મળવાની હતી. આ ફિલ્મ પણ ઐશ્વર્યાને ધ્યાનમાં રાખીને લખવામાં આવી હતી. સિમીએ એક્ટ્રેસને પૂછ્યું કે શું કારણ છે કે તેમને આ રીતે ફિલ્મમાંથી દૂર કરવામાં આવી. આ સવાલના જવાબમાં પર ઐશ્વર્યાએ કહ્યું- હા, એ સાચું છે કે હું અને શાહરુખ ખાન ઘણી ફિલ્મો સાથે કરવાના હતા. પરંતુ અચાનક બધું બદલાઈ ગયું. મને ખબર નથી શા માટે?
ફિલ્મો છોડવાનો નિર્ણય મારો નહોતો : ઐશ્વર્યા
ઐશ્વર્યાએ કહ્યું- હું માત્ર એટલું કહેવા માંગુ છું કે ફિલ્મો છોડવાનો નિર્ણય મારો નહોતો. ઘણા વર્ષો પહેલાં તેમને 5 ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવી હતી. ફિલ્મોની યાદીમાં પ્રખ્યાત ‘વીર ઝારા’, ‘કલ હો ના હો’ અને ‘ચલતે ચલતે’નો સમાવેશ થાય છે. જ્યાં ‘વીર ઝારા’માં ઐશ્વર્યાને પ્રીટિ ઝિન્ટાએ રિપ્લેસ કરી હતી. અન્ય ફિલ્મમાં રાની મુખર્જીએ તેમની જગ્યા લીધી. જો રિપોર્ટ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો, વાર્તા તે સમયની છે જ્યારે ઐશ્વર્યાનું સલમાન ખાન સાથે બ્રેકઅપ થયું હતું.

ઐશ્વર્યાએ 1997માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
ઐશ્વર્યા રાયે 1997માં મણિરત્નમની તમિળ ફિલ્મ ‘ઈરુવર’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે જ વર્ષે એક્ટ્રેસે પણ ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે સની દેઓલનો નાનો ભાઈ બોબી દેઓલ લીડ રોલમાં હતો.

ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન
ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. એ જમાનામાં અભિનેત્રીઓ લગ્ન પછી ફિલ્મોમાંથી બ્રેક લેતી હતી, પરંતુ ઐશ્વર્યાએ એવું ન કર્યું. તે જ વર્ષે તેની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી. 2008થી 2010 સુધી દર વર્ષે તેમની બે થી ત્રણ ફિલ્મો રીલીઝ થતી હતી જેમાંથી માત્ર તમિળ ફિલ્મ ‘એન્થિરન’ હિટ રહી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન ઐશ્વર્યાની કરિયર વધુ ધીમી પડી હતી. 2011માં તે દીકરી આરાધ્યાની માતા બની હતી.
યશ ચોપરા ઐશ્વર્યા રાયને ડરમાં કાસ્ટ કરવા માગતા હતા
આ પહેલાં બોલિવૂડ હંગામાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ડિઝાઈનર નીતા લુલ્લાએ જણાવ્યું હતું કે ફિલ્મમેકર યશ ચોપરા 1993માં આવેલી ફિલ્મ ‘ડર’માં ઐશ્વર્યા રાયને કાસ્ટ કરવા ઈચ્છતા હતા, પરંતુ તેમ થઈ શક્યું નહીં.
નીતાએ કહ્યું- ‘યશ જી અને મેં ચર્ચા કરી હતી, અમે કહ્યું હતું કે ઐશ્વર્યા સુંદર છે, પરંતુ તે એ જ વર્ષે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી હતી. તેથી તે ચાલી ગઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ‘ડર’ ફિલ્મમાં શાહરુખ ખાન, સની દેઓલ અને જુહી ચાવલા લીડ રોલમાં હતા.