2 કલાક પેહલા
- કૉપી લિંક
કાજોલની બહેન અને એક્ટ્રેસ તનિષા મુખર્જીએ જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે ફિલ્મો ફ્લોપ રહી હતી. આ ખરાબ સમયમાં બહેન કાજોલના પતિ અને એક્ટર અજય દેવગને તેમની મદદ કરી હતી. અજયે કામ બેલેન્સ રહે તે માટે તનિષાને એક સેક્રેટરી અપાવ્યો હતો.
તનિષાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટરના વખાણ કરતા કહ્યું હતું કે, અજયનું વ્યકિતત્વ સારું છે અને તેઓ પરિવારની પણ સારી રીતે સંભાળ રાખે છે.
તનિષાને 2-3 વર્ષથી કોઈ કામ નહોતું મળતું
સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તનિષાએ જણાવ્યું કે તે,ની શરૂઆતની ફિલ્મો ફ્લોપ થતા જ લગભગ તેમની પાસે 2-3 વર્ષ સુધી કોઈ કામ નહોતું. આ પાછળ વાત એવી છે કે, તેમની શરૂઆતની જ ફિલ્મો ફ્લોપ રહી હતી. તનિષાએ કહ્યું કે તેનણે આ ફિલ્મો નવા નિર્દેશકો સાથે કરી છે, જેની તેમની કરિયર ઉપર ખુબ જ ખરાબ અસર પડી છે
અજય ખરાબ સમયમાં મસીહા બન્યો
આ ખરાબ સમયમાં અજય દેવગન તનિષાની બાજુમાં ઉભો કટો અને તેમને મદદ કરી હતી. તનિષાએ કહ્યું- જ્યારે તેમણે મારી હાલત જોઈ તો કહ્યું- હવે મને બધું કરવા દો. આ પછી તેમણે મને સેક્રેટરી તરીકે રતાખી હતી. તે સમયે દરેક સ્ટારના એક સેક્રેટરી હતા. તેમણે કેએસ સંજયને મારા સેક્રેટરી બનાવ્યા હતા . આ પછી મારી કરિયરની ગાડી પાટે ચડી હતી.
ઇન્ટરવ્યૂ દરમિયાન તનિષાએ કાજોલ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું- કાજોલે આજ સુધી મારી ફિલ્મ ‘નીલ એન નિક્કી જોઈ નથી. ખરેખર, તે ફિલ્મમાં ઘણા બધા કિસિંગ સીન હતા. હું મારા મિત્રોના બાળકોને પણ કહું છું કે તેઓ મોટા થાય પછી જ આ ફિલ્મ જુએ.
તનિષા એ પણ માને છે કે જો આ ફિલ્મ તેમને આજે ઓફર કરવામાં આવી હોત તો તેણે તેને અલગ અંદાજમાં કરી હોત.
તનિષાનીફિલ્મી કરિયર ફ્લોપ રહી
ડેબ્યુ ફિલ્મ ‘Ssshah’ બાદ તનિષા ‘નીલ એન નિક્કી’, ‘સરકાર’ અને ‘ટેંગોચાર્લી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જો કે, તેમ છતાં તે સિલ્વર સ્ક્રીન પર જગ્યા બનાવી શકી ન હતી અને છેલ્લે ફિલ્મી કરિયરને અલવિદા જ કરી દેવાનું નક્કી કર્યું હતું. આ પછી 2013માં તે ‘બિગ બોસ 7’માં જોવા મળી હતી. આ સિઝનની પ્રથમ રનર અપ પણ બની હતી. હાલમાં તે ‘ઝલક દિખલા જા સીઝન 11’માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે.