27 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ની રિલીઝ પહેલા આમિર ખાન સાથે એક ખાસ પ્રમોશનલ વીડિયોમાં દેખાયો. સલમાને તેના ઇન્સ્ટાગ્રામ પર પ્રમોશનલ વીડિયોનું ટીઝર શેર કર્યું છે. એક્ટરે પોતાની પોસ્ટનું કેપ્શન આપ્યું – ‘અમર-પ્રેમ કા અંદાજ વિથ એઆર મુરુગાદોસ’. તેણે ‘સિકંદર’ મીટ ‘ગઝની’ હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

પ્રમોશનલ વીડિયોમાં આમિર-સલમાન ડિરેક્ટર મુરુગાદોસ સાથે
વીડિયોમાં ‘સિકંદર’ ફિલ્મના ડિરેક્ટર એઆર મુરુગાદોસ સલમાન અને આમિર સાથે બેઠા જોવા મળે છે. વીડિયોમાં, આમિર મુરુગાદોસને પૂછે છે કે મારા અને સલમાન વચ્ચે ખરો સિકંદર કોણ છે? આ પ્રશ્નના જવાબમાં ડિરેક્ટર થોડા મૂંઝવણમાં મૂકાય છે. જોકે, તે આ પ્રશ્રનો કોઈ જવાબ આપતા નથી. બંને સુપરસ્ટાર વચ્ચેની વાતચીતનો આ આખો વીડિયો ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે.
સલમાન અને આમિરને સાથે જોવા માટે બંનેના ફેન્સ ખૂબ આતુર છે. આખો વીડિયો રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. બંનેના ફેન્સ કોમેન્ટમાં આને અત્યાર સુધીનો સૌથી મોટો કોલેબ (કોલોબ્રેશન) ગણાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો ‘અંદાજ અપના અપના 2’ બનાવવાની માગ કરી રહ્યા છે. આમિર ખાન અને સલમાન ખાન ‘અંદાજ અપના અપના’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોલિવૂડની કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં સામેલ છે.
એઆર મુરુગાદોસે સલમાન અને આમિર બંને સાથે કામ કર્યું છે. વર્ષ 2008માં તેમણે આમિર સાથે ફિલ્મ ‘ગજની’ બનાવી. આ ફિલ્મે સફળતાના ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાનની સામે રશ્મિકા મંદાના જોવા મળશે. આ ઉપરાંત કાજલ અગ્રવાલ, શરમન જોશી અને પ્રતીક બબ્બર પણ જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્ટર એઆર મુરુગાદોસ કરી રહ્યા છે અને તેનું પ્રોડક્શન સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે.

‘અંદાજ અપના અપના’નુ પોસ્ટર
‘અંદાઝ અપના અપના’ ની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે: આમિર તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાનને ફિલ્મ ‘અંદાજ અપના અપના’ની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે એક્ટરે કહ્યું કે- તેની સિક્વલ પર પણ કામ ચાલી રહ્યું છે. પરંતુ ચાલુ કામ અને ફિલ્મ બનાવવા વચ્ચે ઘણો તફાવત છે. સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી હું આટલી સરળતાથી હા નથી કહેતો. મને લાગે છે કે તેની સલમાન પર પણ એટલી જ અસર થશે. સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ફિલ્મ બની રહી છે અને કન્ફર્મ થઈ ગઈ છે.