28 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 81 વર્ષીય બિગ બીને શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાસ્કરને સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ના સેટ પર અમિતાભને ઈજા થઈ હતી અમિતાભ બચ્ચન 2018ની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’માં જબરદસ્ત એક્શન કરતા જોવા મળ્યા હતા. એક એક્શન સિક્વન્સ માટે અમિતાભ બચ્ચને બોડી ડબલનો ઉપયોગ કરવો પડ્યો, પરંતુ તેમણે એક્શન સીન જાતે શૂટ કર્યા. ભારે એક્શન કરતી વખતે તેમને ખભામાં ઈજા થઈ હતી. જોકે આ ઈજા ગંભીર નહોતી.
‘KBC 14’ ના શૂટિંગ દરમિયાન પગની નસ કપાઈ ગઈ હતી
2022માં ‘કૌન બનેગા કરોડપતિ 14’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનના પગની નસ ધાતુના ટુકડાથી કપાઈ હોઈ, ઘણું લોહી વહી રહ્યું હતું, ત્યાર બાદ તમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
2022માં કોવિડ પોઝિટિવ થયા
2020માં અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ કોવિડથી સંક્રમિત છે. અમિતાભની સાથે તેમનો પુત્ર અભિષેક પણ પોઝિટિવ હતો. બિગ બી બે મહિનાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા.
દિવાળી પહેલાં જ અમિતાભ ઘાયલ થયા હતા
અમિતાભ બચ્ચને દિવાળી પહેલાં પોતાના પગની નસ કપાઈ જવાની જાણકારી આપી હતી. તેમણે પોતે એક બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે જ્યારે તેના પગની નસ કપાઈ ત્યારે ખૂબ લોહી વહી રહ્યું હોઈ, હોસ્પિટલમાં પણ જવું પડ્યું, જ્યાં ડોક્ટરોએ તેમના પગમાં ટાંકા લીધા હતા.
આ ઘટના વિશે અમિતાભ બચ્ચને પોતાના અંગત બ્લોગ દ્વારા માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું – ધાતુના ટુકડાને કારણે મારા પગની નસ કપાઈ ગઈ હતી. નસ કપાતાં જ મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું. સ્ટાર અને ડોકટરોની ટીમની મદદથી હું સમયસર સાજો થઈ શક્યો હતો. મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો અને મારા પગમાં ટાંકા લેવામાં આવ્યા હતા.
કૂલીના સેટ પર પુનિત ઈસ્સરનો મુક્કો વાગ્યો હતો, માંડ માંડ અમિતાભનો જીવ બચી ગયો હતો
26 જુલાઈ 1982ના રોજ અમિતાભ બચ્ચન ફિલ્મ કૂલીના સેટ પર ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે માર્શલ આર્ટમાં માસ્ટર પુનિત ઇસ્સર એક એક્શન સીન દરમિયાન તેમણે અમિતાભને જોરથી મુક્કો માર્યો હતો. પુનિત ઇસ્સરનો મુક્કો પેટમાં વાગતાં જ અમિતાભ બચ્ચન જમીન પર પડી ગયા હતા. થોડીવાર પછી તેઓ ઊઠ્યા અને કહ્યું કે તેમને ભારે દુખાવો થાય છે. મનમોહન દેસાઈએ તેમને તરત જ હોટલ મોકલી દીધા. ત્યાં ડોક્ટરો પણ આવી પહોંચ્યા હતા.
આ ફોટો અમિતાભ બચ્ચનના ઘરની બહારના જલસાનો છે, જ્યાં તેઓ છેલ્લાં 30 વર્ષથી તેમના ફેન્સને મળવા આવે છે.
લાંબા સમય સુધી ડોકટરો રોગને પકડી શક્યા નહોતા. વારંવાર ટેસ્ટ કર્યા પછી પણ સ્પષ્ટ નિદાન થઈ રહ્યું ન હતું. અમિતાભની હાલત ખરાબ થઈ રહી હતી ત્યારે વેલ્લોરના ડો. ભટ્ટે એક્સ-રે રિપોર્ટમાં આંતરડામાં ઈજા પહોંચી હતી અને કહ્યું હતું કે અમિતાભના પેટમાં થયેલી ઈજામાં હવે પરૂ થવા લાગ્યું છે.
આ પછી અમિતાભની ઇમર્જન્સી સર્જરી કરવામાં આવી હતી. 2 ઓગસ્ટ 1982ના રોજ ડોક્ટરોની અથાગ મહેનત પછી જીવનના શ્વાસ ફરી શરૂ થવા લાગ્યા હતા. ધીમે ધીમે અમિતાભની તબિયતમાં સુધારો થયો હતો.
બિગ બી પહેલાંથી જ અસ્થમા, લિવરની સમસ્યા અને ન્યુમોનિયાથી પીડિત હતા
અકસ્માત પહેલાં પણ અમિતાભ બચ્ચનને લિવરની સમસ્યા હતી અને અસ્થમા પણ હતો. ઓપરેશનના બીજા જ દિવસે તેમને ન્યુમોનિયા થયો, જેના કારણે તેમની હાલત લથડી હતી. બેંગલોરમાં સારવાર બાદ તેમને એરબસ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા. તેમને સ્ટ્રેચર પર ક્રેન દ્વારા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
8 ઓગસ્ટના રોજ તેમની ફરીથી સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલની બહાર 24 કલાક તેમના ચાહકોની ભીડ હતી. સમગ્ર દેશમાં કેટલીક જગ્યાએ પૂજા અને અન્ય સ્થળોએ યજ્ઞ થઈ રહ્યો હતો. જયા બચ્ચન પોતે અમિતાભની સુખાકારી માટે સિદ્ધિવિનાયક ગઈ હતી, પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યાં ત્યારે તેમણે જોયું કે ઘણા લોકો ત્યાં પહેલેથી જ બિગ બી માટે પૂજા કરી રહ્યા છે. લોકોની પ્રાર્થના ફળી.
બેદરકારીથી હેપેટાઇટિસ બીથી સંક્રમિત વ્યક્તિનું લોહી બિગ બીને ચઢાવવામાં આવ્યું
2000માં અમિતાભ બચ્ચનને ખબર પડી કે તેમને હેપેટાઇટિસ બી છે. આ બીમારી બેદરકારીનું પરિણામ હતી. ‘કૂલી’ના સેટ પર અકસ્માત બાદ જ્યારે બિગ બીને લોહીની જરૂર હતી ત્યારે રક્તદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો. તેમને 200 રક્તદાતા તરફથી 60 બોટલ રક્ત આપવામાં આવ્યું હતું.
ઉતાવળમાં બિગ બીને હેપેટાઇટિસ બીથી સંક્રમિત વ્યક્તિનું લોહી ચડાવવામાં આવ્યું, જેના કારણે તેઓ પોતે પણ સંક્રમિત થયા. અમિતાભ બચ્ચને પોતે આ વાત કહી હતી જ્યારે તેમને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હેપેટાઇટિસ બી અભિયાનના બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.
75 ટકા લિવર કામ કરતું બંધ થઈ ગયું છે
2000માં અમિતાભ બચ્ચનને પેટમાં દુખાવો થયો હતો. જ્યારે બિગ બી સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમને તેમના આંતરડામાં સમસ્યા છે, જેના માટે તેમણે નાના આંતરડાના ડાયવર્ટિક્યુલાઈટિસની સર્જરી કરાવી હતી. સારવાર દરમિયાન જ બિગ બીને ખબર પડી કે તેમને લિવર સિરોસિસ છે. આ હેપેટાઇટિસ બીને કારણે થયું હતું. 2012મા, અમિતાભ બચ્ચનનું 75 ટકા ચેપગ્રસ્ત લિવર સર્જરી દ્વારા કાઢી નાખવામાં આવ્યું હતું.
આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…