4 કલાક પેહલા
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નના ફંક્શન શરૂ થઇ ચુક્યા છે. સૌ પ્રથમ, મામેરુ સમારોહ થયો હતો ત્યારબાદ 5મી જુલાઈએ સંગીત સમારોહ યોજાયો. આ સમારોહમાં ઈન્ટરનેશનલ સિંગર જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું, જેના માટે તેમણે 83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. હવે સંગીત સેરેમનીના કેટલાક ઇનસાઇડ વીડિયો સામે આવ્યા છે, જેમાં અનંત અંબાણી સલમાન ખાનના હાથને કિસ કરતો જોવા મળે છે.
સંગીત સેરેમની દરમિયાન હાથ મિલાવ્યા બાદ અનંત અંબાણીએ સલમાનના હાથને કિસ કરી હતી
સલમાન ખાને રાધિકા મર્ચન્ટને ગળે લગાવી અને ઢોલ પર જોરદાર ભાંગડા રજૂ કર્યા. ભાંગડા પરફોર્મ કરતી વખતે અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ સહિત તમામ મહેમાનોનો સાથ મળ્યો
રણવીર સિંહ ડ્રમ પર બેસીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સંગીત સેરેમનીમાં સલમાનની ફિલ્મ કિકના ‘જુમ્મે કી રાત હૈ’ ગીત પર તમામ મહેમાનોએ જોરશોરથી ડાન્સ કર્યો હતો
સંગીત સેરેમનીમાં બાદશાહે તેના લોકપ્રિય ગીત ‘લડકી બ્યૂટીફુલ કર ગઇ ચુલ’ પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન બાદશાહ હાર્દિક પંડ્યા સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો
સારા અલી ખાન, વિકી કૌશલ, ઓરી અને રણવીર સિંહે પણ બાદશાહના ગીત પર જોરશોરથી ડાન્સ કર્યો છે
સંગીત સમારોહમાંથી શહેનાઝ ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે જસ્ટિન બીબરની એન્ટ્રી પર જોરદાર બૂમ પાડતી જોવા મળે છે
સંગીત સેરેમની Jio વર્લ્ડ સેન્ટરમાં થઈ હતી, જ્યાં જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું. આ સમારોહમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, સારા અલી ખાન, ઓરી, જાહન્વી કપૂર, ખુશી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિઆરા અડવાણી સહિત અનેક સેલિબ્રિટીએ હાજરી આપી હતી.
જુઓ સમારંભની ખાસ તસવીરો અને વીડિયો-
સંગીત સેરેમનીમાં અનંતે ગોલ્ડન એમ્બ્રોઇડરી સાથે બ્લેક શેરવાની પહેરી હતી. રાધિકા હેવીલી એમ્બેલિશ્ડ ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી
જસ્ટિન બીબરે ‘બેબી બેબી’ અને ‘લવ યોરસેલ્ફ’ સહિત તેના ઘણા હિટ ગીતો રજૂ કર્યા
જો રિપોર્ટ્સનું માનીએ તો બીબરે આ પરફોર્મન્સ માટે લગભગ 83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા
પરફોર્મ કર્યા બાદ બીબર શુક્રવારે મોડી રાત્રે મુંબઈથી નીકળી ગયો હતો
બોલિવૂડ સેલેબ્સ અને અંબાણી પરિવારે પણ પરફોર્મ કર્યું હતું
સંગીત સેરેમનીમાં સલમાન ખાન અને અર્જુન કપૂર સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે પણ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. આ અવસર પર આખો અંબાણી પરિવાર પણ સ્ટેજ પર જોવા મળ્યો હતો. પરિવારે ‘ઓમ શાંતિ ઓમ’ના ‘દીવાનગી-દીવાનગી’ ગીત પર પરફોર્મ કર્યું હતું. આ સમારોહમાં સલમાન ખાન, વરુણ ધવન, શાહિદ કપૂર અને જાહન્વી કપૂર સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.
આ અવસર પર આખા અંબાણી પરિવારે પણ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.
સલમાને સ્ટેજ પર ‘હર દિલ જો પ્યાર કરેગા’ના ગીત ‘ઐસા પહેલે બાર હુઆ હૈ..’ પર પણ પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સ્ટેજ પર અનંત, શિખર પહાડિયા અને મીઝાન જાફરી પણ જોવા મળ્યા હતા
રણબીર કપૂરે પત્ની આલિયા ભટ્ટ સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો
રણવીર સિંહે પણ દમદાર પરફોર્મન્સ આપ્યું હતું
પાર્ટીમાં રણવીર આકાશ અંબાણી સાથે ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો
અર્જુન કપૂરે પણ બહેન જાહન્વી કપૂર સાથે ડાન્સ કર્યો હતો
વિકી કૌશલ અને શહનાઝ ગિલ સાથે પાર્ટી એન્જોય કરતા જોવા મળ્યા હતા
સ્ટેજ પર ડાન્સ કરતી ઈશા અંબાણી અને એન્ટ્રી લેતા મુકેશ અંબાણી. અંબાણી પરિવારના તમામ સભ્યોએ પણ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું
ફંક્શન દરમિયાન નીતા અને મુકેશ અંબાણીનો એક વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો જેમાં તેઓ તેમના પૌત્રો પૃથ્વી, આદિયા, કૃષ્ણા અને વેદ સાથે જોવા મળ્યા હતા
મુકેશ અંબાણી આદિયા સાથે
આ દરમિયાન વરુણ ધવન વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્મા સાથે વાત કરતો જોવા મળ્યો હતો
અનંત અંબાણી સલમાન ખાન સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે
સિદ્ધાર્થ મલ્હોત્રા, જાહન્વી કપૂર અને કિઆરા અડવાણી પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા
વિકી કૌશલે સિંગર-રેપર કરણ ઔજલાના ગીતો પર ડાન્સ કર્યો હતો. રેપર બાદશાહ પણ પાછળ ઉભેલા જોવા મળે છે
કપલે સ્ટોરી રજૂ કરી
સંગીત સેરેમનીમાં અનંત અને રાધિકાની સુંદર લવ સ્ટોરી પણ રજૂ કરવામાં આવી હતી. આ પર્ફોર્મન્સમાં દંપતીની પ્રેમ કહાની, તેઓ બંને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળ્યા અને તેમનો પ્રેમ કેવી રીતે ખીલ્યો તે પણ વર્ણવવામાં આવ્યું હતું.
પાર્ટીમાં રાધિકા મર્ચન્ટની ફેવરિટ સિંગર્સ કેટી પેરી, બ્રિટની સ્પીયર્સ અને રિહાન્નાના ગીતો વગાડવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. જરા જોઈ લો..
સેરેમની દરમિયાન પોઝ આપવા આવેલા અનંત-રાધિકાએ પાપારાઝી સાથે ખૂબ જ મસ્તી કરી હતી
સેરેમનીમાં સલમાન બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો
આ સમારોહમાં દીપિકા પાદુકોણે પણ હાજરી આપી હતી. જોકે તે રેડ કાર્પેટ પર જોવા મળી ન હતી
શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે પહોંચ્યો હતો
ઈવેન્ટમાં આલિયા અને રણબીર બ્લેક આઉટફિટમાં જોડાયા હતા
સારા અલી ખાન ચમકદાર આઉટફિટ્સમાં જોવા મળી હતી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી સાથે પહોંચ્યા હતા
T20 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ અહીં પત્ની દેવીશા સાથે જોવા મળ્યો હતો
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ અહીં પહોંચ્યો હતો
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા રેડ આઉટફિટમાં જોવા મળી હતી
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ અહીં જોવા મળી હતી