13 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની 29 મેથી શરૂ થશે. આ ચાર દિવસીય કાર્યક્રમનું શિડ્યુલ હાલમાં જાહેર કરવામાં આવ્યું છે.
ઇવેન્ટના પહેલા દિવસે વેલકમ લંચ અને સ્ટેરી નાઇટ ઇવેન્ટ હશે. બીજા દિવસે દરેક વ્યક્તિ રોમ સિટીની મુલાકાત લેશે અને ક્રુઝ પર ડિનર અને ટોગા પાર્ટી હશે.
ત્રીજા દિવસે બધા કાનપહોંચી જશે અને અહીં પણ ક્રુઝ પર પાર્ટી થશે. ચોથા દિવસે એટલે કે છેલ્લા દિવસે પોર્ટોફિનો એટલે કે ઇટાલીનો પ્રવાસ કરશે.
સેકન્ડ પ્રી-વેડિંગ સેરેમની સાથે સંબંધિત આ ઇન્વિટેશન કાર્ડ પણ સામે વાઇરલ થયું
આ બીજી પ્રી-વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે તેનું નામ ‘સેલિબ્રિટી એસેન્ટ’ છે. તે માલ્ટામાં બનાવવામાં આવી છે. તે 29 મેના રોજ ઇટાલીના પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરની મુસાફરી કરીને સાઉથફ્રાન્સ પહોંચશે.
ઘણા સેલેબ્સ પહોંચ્યા
આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે ભારતમાંથી ઘણા બોલિવૂડ સેલેબ્સ ઈટાલી જવા રવાના થઈ ગયા છે. આ લિસ્ટમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા કલાકારોના નામ સામેલ છે. ઈટાલી અને ફ્રાન્સ વચ્ચેના સમુદ્રમાં ક્રુઝ પર મુસાફરી કરતી વખતે આ ફંક્શનની ઉજવણી કરવામાં આવશે.
સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર ભત્રીજા નિર્વાણ સાથે જોવા મળ્યો હતો
રણબીર કપૂર પુત્રી રાહા અને પત્ની આલિયા સાથે જોવા મળ્યો
અભિનેતા રણવીર સિંહ પણ કલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો
‘સેલિબ્રિટી એસેન્ટ’ 3279 પેસેન્જર ક્ષમતા ધરાવતું ક્રૂઝ છે.
આ ક્રૂઝની પેસેન્જર ક્ષમતા 3279 છે, પરંતુ પ્રી-વેડિંગ સેરેમનીમાં 800 મહેમાનો હશે, જેમાંથી 300 વીવીઆઈપી હશે. આ મહેમાનોની સેવા માટે 600 હોસ્પિટાલિટી સ્ટાફ હશે. યુરોપિયન ટૂર ઓપરેટર કંપની એલોચી બ્રધર્સ એની વ્યવસ્થા સંભાળશે.
આ મહેમાનોની સેવા માટે 600 હોસ્પિટાલિટી સ્ટાફ હશે. યુરોપિયન ટૂર ઓપરેટર કંપની એલોચી બ્રધર્સ તેની વ્યવસ્થા સંભાળશે.
અંબાણી મિયામીથી ક્રૂઝનો ઓર્ડર આપનાર સૌપ્રથમ વ્યક્તિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, અંબાણી પરિવાર પહેલાં મિયામીથી ક્રૂઝનો ઓર્ડર આપવા જતો હતો, પરંતુ ફ્રાન્સમાં તે ક્રૂઝને પાર્ક કરવામાં મુશ્કેલી પડશે. તેથી, હવે ‘સેલિબ્રિટી એસેન્ટ’ ક્રૂઝ મિયામીને બદલે માલ્ટાથી મંગાવવામાં આવી છે.