50 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનન્યા પાંડે તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રીનું નામ પૂર્વ મોડલ વોકર બ્લેન્કો સાથે જોડવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેત્રીએ રુમર્ડ બોયફ્રેન્ડના કોલને ઈગનોર કર્યો. હવે અનન્યાએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘હવે મને કોઈ પરવા નથી. હું કંઈપણ છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી.
મેં હવે હાર સ્વીકારી લીધી છે – અનન્યા
ન્યૂઝ 18 સાથેની વાતચીત દરમિયાન અનન્યા પાંડેએ કહ્યું, ‘મેં હવે હાર સ્વીકારી લીધી છે. મને સમજાયું છે કે હું જેટલો વધુ છુપાવવાનો કે છૂપી રીતે કંઈક કરવાનો પ્રયાસ કરું છું, તેટલી જ વધુ મારી પકડાઈ જવાની શક્યતા છે. તેથી હવે મેં આ બધું છોડી દીધું છે. હવે મને કોઈ વાંધો નથી. હું કંઈપણ છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી.

‘હંમેશા મને ખોટી સમજવામાં આવે છે’
અનન્યાએ કહ્યું કે, તેણે સોશિયલ મીડિયાથી પણ પોતાને દૂર કરી લીધી છે. પરંતુ તેનો પણ કોઈ ફાયદો થયો ન હતો. જ્યારે પણ હું સારા ઇરાદા સાથે કંઇક કરું છું તો ખબર નહીં કેમ સોશિયલ મીડિયા પર નેટીઝન્સનું ગ્રુપ મને કેમ ખોટી સમજી લે છે.
અનન્યા-વોકરની પહેલી મુલાકાત
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, અનન્યા પાંડે અને વોકર બ્લેન્કોની મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ દરમિયાન ક્રૂઝ પાર્ટી દરમિયાન થઈ હતી. પહેલા બંને મિત્રો બન્યા અને પછી એકબીજાને ડેટ કરવા લાગ્યા. બોમ્બે ટાઈમ્સના અહેવાલ મુજબ, અનન્યાએ અનંતના લગ્નમાં વોકરને તેના જીવનસાથી તરીકે બધાને રજૂ કર્યા હતા. વોકર છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં છે અને અંબાણી પરિવારના વંનતારા એનિમલ પાર્કમાં કામ કરે છે. જો કે, બંનેએ હજુ સુધી તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

આદિત્ય સાથે અનન્યાનું બ્રેકઅપ માર્ચમાં થયું હતું
અનન્યાની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. આ પહેલા તે અભિનેતા ઈશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ લગભગ દોઢ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી અનન્યાની આદિત્ય રોય કપૂર સાથે નિકટતા વધી. બંને ઘણી વખત સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. અભિનેત્રીએ કોફી વિથ કરણમાં પણ તેના સંબંધનો સંકેત આપ્યો હતો. જો કે, આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને માર્ચમાં તેઓનું બ્રેકઅપ થયું હતું.

અનન્યાની ફિલ્મ ‘CTRL’ OTT થશે રિલીઝ
અનન્યા પાંડેની ફિલ્મ ‘CTRL’ 4 ઓક્ટોબરે Netflix પર રિલીઝ થશે. આ AI પર આધારિત ફિલ્મ છે. જ્યારે આ પહેલા અનન્યા વેબ સિરીઝ કૉલ મી બેમાં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.