5 કલાક પેહલા
- કૉપી લિંક
પવિત્ર રિશ્તા ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે ‘બિગ બોસ 17’માં હતી. શોમાં તે ઘણી વખત એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતી જોવા મળી હતી, જેના પર તેના સાસુ સહિત ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. હવે અંકિતા લોખંડેએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું છે કે આ તેમની પર્સનલ લાઈફ છે, તેને કોઈ રોકી શકશે નહીં. આ સિવાય અંકિતાએ પતિ વિકી જૈનથી છૂટાછેડાના સમાચાર પર પણ સ્પષ્ટતા આપી છે.
અંકિતા લોખંડેએ હાલમાં જ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સુશાંત વિશે વાત કરી હતી. આ દરમિયાન અંકિતાએ સુશાંત વિશે વાત કરવાના વિવાદ પર કહ્યું, મને લાગે છે કે આ મારી જિંદગી છે. જો હું કોઈ વ્યક્તિ વિશે કંઈક સારું જાણું છું, તો હું હંમેશા તેના વિશે કહીશ. મને તેના વિશે વાત કરતા કોઈ રોકી શકશે નહીં. આ પછી શું વધે છે તે જજમેન્ટ છે.

અંકિતા લોખંડે અને સુશાંત 7 વર્ષ રિલેશનશિપમાં હતા
અંકિતાએ વિકી જૈનથી છૂટાછેડાના સમાચાર પર વાત કરી હતી
અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે ‘બિગ બોસ 17’માં આવી હતી. બંને શોમાં ઘણી વખત લડતા જોવા મળ્યા હતા. શો ખતમ થયા પછી એવા સમાચાર આવ્યા હતા કે બંને છૂટાછેડા લેવાના છે, જો કે અંકિતાએ કહ્યું છે કે આ રિપોર્ટ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમણે કહ્યું, મને લાગે છે કે તમે જેને પ્રેમ કરો છો તેમને પ્રેમ કરતા રહેવું જોઈએ. તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે તે તમને પ્રેમ કરે છે, તે તમારી સાથે રહેશે અને ક્યાંય જશે નહીં.

અંકિતા લોખંડેએ વર્ષ 2021માં વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા
શો પૂરો થતાંની સાથે જ ‘વીર સાવરક’ર ફિલ્મ મળી
અંકિતા લોખંડે ‘બિગ બોસ 17’માં સેકન્ડ રનર અપ હતી. જોકે, તેમણે શો છોડતાની સાથે જ તેમને રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ ‘વીર સાવરકર’માં લીડ રોલ મળ્યો. આ ફિલ્મમાં તે રણદીપની પત્નીના રોલમાં જોવા મળશે.

વીર સાવરકર ફિલ્મના ટ્રેલરમાં અંકિતા લોખંડે