47 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્શન-હોરર અને રોમાન્સ ફિલ્મો વચ્ચે, દિનેશ વિજને એક ફોર્મ્યુલા શોધી કાઢી જે બ્લોકબસ્ટર હિટ બની છે. ‘સ્ત્રી’, ‘ભેડિયા’, ‘મુંજ્યા’ અને ‘સ્ત્રી-2’ જેવી ફિલ્મો બનાવનાર ફિલ્મમેકર દિનેશ વિજને હોરર-કોમેડી યુનિવર્સને વિસ્તારતી એક ફિલ્મની જાહેરાત કરી છે. હવે આ સ્ટોરીમાં વધુ કેટલાક નવા પાત્રો ઉમેરવાના છે. મેડૉક ફિલ્મ્સે આવનારી દિવાળી પર તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે જે એક લવ સ્ટોરી ડ્રામા હશે.
ફિલ્મ ‘થામા’ની રિલીઝ ડેટ જાહેર 2025ની દિવાળી પર રિલીઝ થનારી દિનેશ વિજનની મેગા ફિલ્મનું નામ ‘થામા’ હશે. ફિલ્મના લોગો અને તેની થીમ સિવાય મેકર્સે સ્ટાર કાસ્ટની પણ જાહેરાત કરી છે. આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદન્ના, પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મ ‘થામા’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે, જે ‘સ્ત્રી’ યુનિવર્સને વિસ્તૃત કરશે. મેકર્સે પ્રોમો વીડિયોમાં જણાવ્યું છે કે, આ યુનિવર્સને એક લવ સ્ટોરીની જરૂર હતી, પરંતુ દુરભાગ્યથી તે લોહીથી લથબથ સ્ટોરી હશે.
‘થામા’ને લઈ યુઝર્સની પ્રતિક્રિયાઓ માત્ર 30 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ ‘મુંજ્યા’એ બોક્સ ઓફિસ પર 132 કરોડની કમાણી કરી હતી અને હવે તે ફિલ્મના મેકર્સ આદિત્ય સરપોતદાર ‘થામા’નું નિર્દેશન કરશે. ફિલ્મની સ્ટોરી અને બીજી ઘણી બાબતો હજુ સામે આવવાની બાકી છે, પરંતુ આ ફિલ્મને લઈને લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી- ફેન્સ માટે આ સૌથી મોટી દિવાળી ગિફ્ટ હશે. બીજા એક યુઝરે લખ્યું- ફાઈનલી આ મોસ્ટ અવેટેડ ફિલ્મનું અનાઉસમેન્ટ થઈ ગયું. અન્ય યુઝરે કોમેન્ટ કરી- એક વેમ્પાયર લવ સ્ટોરી.