3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી શો ‘અનુપમા’એ રૂપાલી ગાંગુલીને ઈન્ડસ્ટ્રીની ટોપની એક્ટ્રેસ બનાવી દીધી છે. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ના રોલમાં છે, જે પોતાની એક્ટિંગને કારણે ઘર-ઘરમાં જાણીતી છે. 2020માં કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ‘સૌથી વધુ જોવાયેલ’ અને હવે દર્શકોનો ‘સૌથી વધુ પ્રિય’ શો બન્યો. આ શોને કારણે રૂપાલી ગાંગુલી હંમેશા ચર્ચામાં રહે છે. જો કે આ સમયે તેમના ચર્ચામાં આવવાનું કારણ તેમની રાજનીતિમાં એન્ટ્રી છે. રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.
જો કે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તે લોકસભા ચૂંટણી 2024 લડશે કે નહીં, પરંતુ તેમણે ભાજપમાં જોડાઈને ચર્ચાનું બજાર ચોક્કસપણે ગરમ કરી દીધું છે. અભિનેત્રી રૂપાલીએ વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું છે.
રૂપાલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપ પાર્ટીનું સભ્યપદ લીધું છે. એક્ટ્રેસે આ તકે કહ્યું હતું કે, જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું હોવું જોઈએ.
આવો જાણીએ રૂપાલી વિશે
રૂપાલી ગાંગુલીએ સૌપ્રથમ ‘સુકન્યા’માં કામ કર્યું હતું. આ શોમાં કામ કર્યા બાદએક્ટ્રેસ ‘સંજીવની’માં જોવા મળી હતી. આ શોમાં કામ કરવા બદલ તેને ઈન્ડિયન ટેલી એવોર્ડ્સમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું. આ પછી રૂપાલી ગાંગુલી ‘ભાભી’, ‘કહાની ઘર ઘર કી’, ‘બિગ બોસ 1’ અને ‘અદાલત’ જેવા ઘણા શોમાં જોવા મળી હતી. જો કે, આ પછી પણ રૂપાલી ગાંગુલીને એક શાનદાર શોની જરૂર હતી, જે તેને અનુપમા દ્વારા મળી.
આ શોમાં કામ કરીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી, જેની તે રાહ જોઈ રહી હતી. આ શો પછી જ રૂપાલી ગાંગુલીનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસમાં સામેલ થઈ ગયું. આ શો વર્ષ 2020 થી સતત ટીઆરપીમાં નંબર વન રહ્યો છે. આ શો માટે રૂપાલી ગાંગુલીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે.
રૂપાલી હાલમાં અનુપમા સિરિયલથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તે શોમાં લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. રૂપાલીની લોકપ્રિયતા જબરદસ્ત છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ગઈકાલે જ એક્ટ્રેસે મુંબઈમાં તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો હતો.