1 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે શરણાઈ ગુંજવા જઈ રહી છે. આશ્ચર્ય પામશો નહીં. આ શરણાઈ કદાચ સલમાન ખાન માટે નહીં પરંતુ તેમના ભાઈ અને અભિનેતા-નિર્માતા અરબાઝ ખાન માટે વાગશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 56 વર્ષનો અરબાઝ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ લગ્ન 24 ડિસેમ્બરે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થઈ શકે છે.

અરબાઝ હાલ બીજા લગ્નને કારણે ચર્ચામાં
જાણો કોણ છે શુરા ખાન?
શૂરા બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન અને તેની પુત્રી રાશાની અંગત મેકઅપ આર્ટિસ્ટ છે. તેમની આગામી ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર અરબાઝ સાથે મુલાકાત થઈ હતી. બંને એકબીજા માટે ખૂબ જ ગંભીર છે અને હવે જલ્દી લગ્ન કરવા માગે છે.

શૂરા એક્ટ્રેસ રવિના ટંડન અને તેની પુત્રી રાશાની અંગત મેકઅપ આર્ટિસ્ટ છે
તાજેતરમાં જ જ્યોર્જિયા સાથે બ્રેકઅપ થયું
અરબાઝ અત્યાર સુધી મોડલ જ્યોર્જિયાને ડેટ કરતો હતો. જોકે, 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ થોડા સમય પહેલાં બ્રેકઅપ કર્યું હતું. જ્યોર્જિયાએ પણ તેમના ઘણા ઇન્ટરવ્યૂમાં આ વાતની પુષ્ટિ કરી છે.
ઈ-ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યોર્જિયાએ કહ્યું હતું કે અરબાઝ અને હું જાણતા હતા કે અમારે સાથે રહેવાનું નથી. આ સિવાય મારી પોતાની એક અલગ ઓળખ છે. હું નહોતી ઈચ્છતી કે લોકો મને અરબાઝની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખે.

પહેલા લગ્નથી છૂટાછેડા લીધા બાદ અરબાઝે જ્યોર્જિયાને 4 વર્ષ સુધી ડેટ કરી હતી
1998માં મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા
અરબાઝે આ પહેલાં 1998માં મોડલ-એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ 2017માં બંનેએ છૂટાછેડા લીધા હતા. અરબાઝ અને મલાઈકાનો 21 વર્ષનો પુત્ર અરહાન ખાન છે. આ દિવસોમાં મલાઈકા ફિલ્મ નિર્માતા બોની કપૂરના પુત્ર અને અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

અરબાઝ અને મલાઈકાએ લગ્નના 19 વર્ષ બાદ 2017માં છૂટાછેડા લીધા હતા