53 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેટરિના કૈફ તાજેતરમાં જ તેની મિત્રની હલ્દીમાં પતિ વિક્કી કૌશલ સાથે હાજર રહી હતી. આ પ્રસંગે, એક્ટ્રેસે ‘સસુરાલ ગેંદા ફૂલ’ સોન્ગ પર ખૂબ સુંદર ડાન્સ પરર્ફોમન્સ આપ્યું હતું. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
કેટરિનાનો ક્યૂટ અંદાજ! એક્ટ્રેસે મિત્રના લગ્નમાં કેટરિના કૈફ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ હાજર રહી હતી. આ ઇવેન્ટમાં, એક્ટ્રેસ તેના પતિ અને એક્ટર વિક્કી કૌશલ, કેટરિનાનો સાળો સની કૌશલ, એક્ટ્રેસ શર્વરી વાઘ, ફિલ્મ મેકર કબીર ખાન અને અન્ય ઘણા લોકોએ હાજરી આપી હતી. બધા મહેમાનોની હાજરીમાં કેટરિનાએ ડાન્સ કરી મહેફિલ લૂંટી હતી
સોશિયલ મીડિયા પર ડાન્સનો વીડિયો વાઈરલ આ હલ્દી સેરેમનીની ઈનસાઈડ ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. વીડિયોમાં, કેટરિના બોલિવૂડ ફિલ્મ ‘દિલ્હી 6’ના ‘સસુરાલ ગેંદા ફૂલ’ ગીત પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે. કેટરિના પીરોજી વાદળી કલરના કોર્સેટ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, તેણે મેચિંગ ફ્લોઇ સ્કર્ટ અને દુપટ્ટા સાથે લુક પૂર્ણ કર્યો હતો. લોકો તેના ભારતીય અંદાજના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે, કેટલાક યુઝર્સે તો તેને ‘પરફેકટ વહુ’નું ટેગ પણ આપી દીધું.
કેટરિનાની ફિલ્મ ‘નમસ્તે લંડન’ રી-રિલીઝ થશે કેટરિના કૈફે હજુ સુધી તેની આગામી કોઈ ફિલ્મની જાહેરાત કરી નથી. આ એક્ટ્રેસ તેના બ્યુટી બ્રાન્ડ ‘કે બ્યુટી’ પર વધુ ધ્યાન આપે છે. તાજેતરમાં તેણે જાહેરાત કરી છે કે તેની ફિલ્મ ‘નમસ્તે લંડન’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે. આ ફિલ્મ 23 માર્ચ 2007ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ વખતે હોળીના અવસર પર, આ ફિલ્મ 18 વર્ષ પછી 14 માર્ચે ફરીથી રી-રિલીઝ થશે. આ ફિલ્મમાં ઋષિ કપૂર, અક્ષય કુમાર અને કેટરિના કૈફ લીડ રોલમાં હતા.

ફિલ્મ ‘નમસ્તે લંડન’ 2007માં રિલીઝ થઈ હતી.
14 માર્ચે ‘નમસ્તે લંડન’ રી-રિલીઝ થશે
કેટરિનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘નમસ્તે લંડન’ની ફરીથી રિલીઝની જાહેરાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મની ક્લિપ શેર કરી અને લખ્યું – આ હોળી પર, 14 માર્ચે સિનેમાઘરોમાં ‘નમસ્તે લંડન’ ફરીથી રિલીઝ થવાની જાહેરાતથી હું ખૂબ જ ઉત્સાહિત છું.