6 કલાક પેહલા
- કૉપી લિંક
યુટ્યૂબર રણવીર અલ્લાહાબાદિયાએ સમય રૈનાના શોમાં માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેની સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકા કરવામાં આવી. હવે આ મામલે સિંગર બી પ્રાક યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ પર નહીં જાય. તેણે કહ્યું- હું ‘બીયર બાયસેપ્સ’ પોડકાસ્ટ પર જવાનો હતો, પણ હવે તે રદ કરું છું.
કારણ એ છે કે તેમની માનસિકતા ખૂબ જ હલકી છે. સમય રૈનાના શોમાં જે રીતે ટિપ્પણીઓ કરવામાં આવી આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. બી પ્રાકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ વાત કહી.

‘સનાતન ધર્મની વાતો કરે છે પણ વિચારોમાં ગંદવાડ’ બી પ્રાકે કહ્યું, તું (રણવીર) તારા માતા-પિતા વિશે કઈ સ્ટોરી કહી રહ્યો છે? તમે આ વિશે કઈ રીતે વાત કરી રહ્યા છો? શું આ કોમેડિ છે? આ કોમેડિ બિલકુલ નથી કહેવાતી. લોકોને દુર્વ્યવહાર કરવો, લોકોને દુર્વ્યવહાર કરવાનું શીખવવું એ સ્ટેન્ડ-અપ કોમેડિ નથી. મને સમજાતું નથી કે આ કઈ જનરેશન છે.
શોમાં એક સરદાર (બલરાજ ઘાઈ) જી આવે છે. સરદારજી, તમે શીખ છો, શું આ વસ્તુઓ તમને શોભે છે? સરદારજી ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં કહે છે કે હું ગાળો બોલું છું, શું સમસ્યા છે. અમને પ્રોબ્લેમ છે અને તે રહેશે.
રણવીર અલ્હાબાદિયા, તમે સનાતન ધર્મનો પ્રચાર કરો છો. તમારા પોડકાસ્ટ પર આટલા મોટા લોકો આવે છે, આટલા મહાન સંતો આવે છે અને તમારી વિચારસરણી આટલી હલકી છે. તમે ખૂબ પ્રખ્યાત થઈ ગયા છો. તમારે તમારી સંસ્કૃતિને કેવી રીતે પ્રોત્સાહન આપવું તે બતાવવું જોઈએ.
‘જો આ બાબતો બંધ નહીં થાય તો આવનારી પેઢીનું ભવિષ્ય બરબાદ થઈ જશે’
સિંગર કહે છે, મિત્રો, હું તમને ફક્ત એક જ વાત કહીશ કે જો આપણે આ બધી બાબતોને રોકી નહીં શકીએ, તો આપણી આવનારી પેઢીનું ભવિષ્ય ખૂબ જ ખરાબ થશે. હું સમય રૈના સહિત બધા હાસ્ય કલાકારોને હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ આવું ન કરે. આપણી ભારતીય સંસ્કૃતિનું જતન કરો અને લોકોને પ્રેરણા આપો. એવી સામગ્રી બનાવો જે ભાવિ પેઢીઓને પ્રેરણા આપે. આભાર, રાધે-રાધે.

રણવીરે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ કાર્યક્રમમાં પીએમ મોદી પાસેથી એવોર્ડ મેળવ્યો.
વિવાદ વધતાં યુટ્યૂબ પરથી એપિસોડ હટાવી દેવાયો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ એ સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો છે, જે વિવાદનો સામનો કરી રહ્યો છે. આ એપિસોડ 8 ફેબ્રુઆરીના રોજ યુટ્યૂબ પર રિલીઝ થયો હતો. જોકે, વિવાદ વધ્યા બાદ, આ એપિસોડને યુટ્યૂબ પરથી દૂર કરવામાં આવ્યો છે. આ શોમાં માતા-પિતા અને મહિલાઓ વિશે એવી વાતો કહેવામાં આવી હતી, જેનો દિવ્ય ભાસ્કર અહીં ઉલ્લેખ કરી શકતું નથી.
સમય રૈનાના આ શોમાં બોલ્ડ કોમેડી કન્ટેન્ટ છે. આ શોના વિશ્વભરમાં 7.3 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ શોના દરેક એપિસોડને યુટ્યૂબ પર સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળે છે. સમય અને બલરાજ ઘાઈ સિવાય શોના દરેક એપિસોડમાં જજ બદલાતા રહે છે. દરેક એપિસોડમાં એક નવા સ્પર્ધકને પરફોર્મ કરવાની તક મળે છે.