35 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકપ્રિય ટેલિવિઝન શો ‘ભાબી જી…’ ઘર પર હૈ ફેમ અભિનેતા ફિરોઝ ખાનનું આજે નિધન થયું છે. અમિતાભની નકલ કરનાર ફિરોઝ ખાનનું ઉત્તર પ્રદેશના બદાઉનમાં નિધન થયું હતું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.
ઈન્ડિયા ટીવીના તાજેતરના અહેવાલ મુજબ, ફિરોઝ ખાન બદાયૂંમાં હતા અને તેમના આગામી શોની તૈયારી કરી રહ્યા હતા. તેમણે 4 મેના રોજ બદાયૂં ક્લબ ખાતે વોટર મહોત્સવમાં તેમનું છેલ્લું પરફોર્મન્સ આપ્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
ફિરોઝ ખાનનો છેલ્લો સ્ટેજ શો.
ફિરોઝ ખાન અમિતાભ બચ્ચનની નકલ કરીને પ્રખ્યાત થયા
અભિનેતા ફિરોઝ ખાન મહાન અભિનેતા અમિતાભ બચ્ચનની નકલ કરીને પ્રખ્યાત થયા હતા. તે ઘણીવાર ‘ભાભી જી…’ ઘર પર હૈ માં તેમનો ગેટઅપ અપનાવીને તેમની નકલ કરતા હતા. આ સિવાય તે &TVના શો ‘જીજા જી છત પર હૈ’નો પણ ભાગ રહી ચૂક્યા છે. તેમના ટીવી શોમાં ‘સાહિબ બીવી ઔર બોસ’, ‘હપ્પૂ કી ઉલ્ટન પલટન’ પણ સામેલ છે. ટીવી શો સિવાય ફિરોઝ ખાન અદનાન સામીના ગીત ‘થોડી સી તો લિફ્ટ કારા દે’માં પણ જોવા મળ્યા હતા.
કોહરામ ફિલ્મના સેટ પર ફિરોઝ ખાન તેમના આદર્શ અમિતાભ બચ્ચનને મળતા હોવાની તસવીર
નોંધનીય છે કે, ફિરોઝ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા. ઈન્સ્ટાગ્રામ પર તેમના એક લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેમણે ગઈ કાલે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે વીડિયો પોસ્ટ કર્યા હતા. કોમેન્ટ સેક્શનમાં તેના ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ફિરોઝ ખાને ટીવી શો ‘જીજા જી છત પર હૈ’માં ચટંકી મામાની ભૂમિકા ભજવી હતી