4 કલાક પેહલા
- કૉપી લિંક
સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સીબીઆઈની એ અપીલને ફગાવી દીધી છે, જેમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. વાસ્તવમાં, હાઈકોર્ટે રિયા ચક્રવર્તી, તેના પિતા અને ભાઈ વિરુદ્ધ જારી કરાયેલ લુક આઉટ સર્ક્યુલરને રદ કરી દીધો હતો.
કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું, ‘અમે ચેતવણી આપી રહ્યા છીએ. તમે આટલી નાની પિટિશન દાખલ કરી રહ્યા છો કારણ કે આરોપીઓમાંથી એક હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ છે. ચોક્કસ આ માટે મોટી કિંમત ચૂકવવી પડશે.
નોંધનીય છે કે,અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020 ના રોજ તેના બાંદ્રા ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો, જેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. જોકે, બાદમાં આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પછી, 2020 માં જ સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.
ફેબ્રુઆરીમાં, બોમ્બે હાઈકોર્ટે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ જારી કરાયેલ સીબીઆઈ લુક-આઉટ સર્ક્યુલર રદ કરી દીધો હતો. આ પછી CBIએ સર્ક્યુલરને લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.