51 મિનિટ પેહલા
- કૉપી લિંક
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીએ ઘણા બોલિવૂડ સેલેબ્સ અયોધ્યા પહોંચ્યા હતા. સમારંભ પૂરો થયા બાદ તમામ સેલેબ્સ મુંબઈ પરત ફર્યા હતા. અલબત્ત, બધા થાકેલા દેખાતા હતા, પરંતુ શ્રી રામને જોયાના આનંદનું તેમના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.
અયોધ્યા પ્રવાસ બાદ બોલિવૂડ સેલેબ્સ મુંબઈ પરત ફર્યા છે
આ સમય દરમિયાન, આલિયા ભટ્ટ-રણબીર કપૂર, કેટરિના કૈફ-વિકી કૌશલ, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, વિવેક ઓબેરોય બધા મુંબઈ એરપોર્ટ પર પોત-પોતાની કારમાં ઘરે જવા રવાના થયા હતા.
સોશિયલ મીડિયા પર રણબીર કપૂર-આલિયા અને વિકી-કેટરિનાની એકસાથે તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.
માધુરી દીક્ષિત અને ડૉ.શ્રીરામ નેને પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. દંપતીએ પાપારાઝીની સામે હસતાં હસતાં પોઝ આપ્યો.
ફોટો ક્લિક કરાવવા માટે આયુષ્માન ખુરાના પાપારાઝીની સામે રોકાઈ ગયો.
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપ્યા બાદ જેકી શ્રોફ માત્ર યાદો જ નહીં પરંતુ ભગવાન રામની મૂર્તિ સાથે મુંબઈ પરત ફર્યા છે. જ્યારે વિવેક ઓબેરોયે પેપ્સની સામે કહ્યું કે, ‘જેકી ભગવાનની મૂર્તિ લઈને ઊઘાડા પગે પરત આવ્યા છે.’ આ પછી બંનેએ કેમેરા સામે પોઝ આપ્યા હતા.
અમિતાભ બચ્ચન પણ પુત્ર અભિષેક બચ્ચન સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમમાં અનુપમ ખેર, રજનીકાંત, રામ ચરણ, સચિન તેંડુલકર, હેમા માલિની, અનિલ કુંબલે, કૈલાશ ખેર, મનોજ જોશી, સુભાષ ઘાઈ, ધનુષ, મહાવીર જૈન, રોહિત શેટ્ટી, મધુર ભંડારકર જેવા ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. રાજકુમાર હિરાની, રણદીપ હૂડ્ડા અને તેમની પત્ની લીન લેશરામ સહિત ઘણી સેલિબ્રિટીઓ જોવા મળી હતી.
રણબીર-આલિયા અને વિકી-કેટરિનાની મિત્રતાના વખાણ થઈ રહ્યા છે
રણબીર-આલિયા અને વિકી-કેટરિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. તેઓ એકસાથે લાઈનમાં ઊભા પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં રણબીર આલિયાને એક હાથે પ્રેમથી પકડી રહ્યો છે, જ્યારે તેનો બીજો હાથ વિકીના ખભા પર છે. કેટરીના પણ સાથે ઊભી જોવા મળી રહી છે. કલાકારોના ચાહકો દ્વારા આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
પ્રાણ-પ્રતિષ્ઠાના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિર ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત, તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક અગ્રણી વ્યક્તિઓને મળ્યા હતા.