1 કલાક પેહલા
- કૉપી લિંક
‘ચીની કમ’ ફેમ બાળકલાકાર સ્વીની ખરાએ 27 ડિસેમ્બરે બિઝનેસમેન ઉર્વિશ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લગ્નના ફોટા અને વીડિયો શેર કર્યા છે.
સ્વીનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના સપનાના લગ્નનો વીડિયો શેર કર્યો છે
ઇન્સ્ટા પર લગ્નનો વીડિયો શેર કરતી વખતે, 25 વર્ષની અભિનેત્રીમાંથી વકીલ બનેલી સ્વીનીએ લખ્યું, ‘મને મારા જેવા જ વ્યક્તિમાં મારા માટે પ્રેમ મળ્યો છે. હું નસીબદાર છું કે મારા મિત્રો અને કુટુંબીજનો મારા સૌથી ખાસ દિવસે આસપાસ હતા.’
લગ્નમંડપમાં ફેરા ફરતાં સ્વીની ખરા અને ઉર્વીશ દેસાઈ
પતિ ઉર્વીશ સાથે અભિનેત્રી સ્વીની ખરા
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે
સ્વીની અને ઉર્વીશે તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર લગ્નના ઘણા વીડિયો શેર કર્યા છે. બંનેએ દુબઈ જઈને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. આ સિવાય કપલે તેમની હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીનો વીડિયો પણ શેર કર્યો છે.
‘ચીની કમ’ ફિલ્મના એક દૃશ્યમાં અમિતાભ બચ્ચન સાથે બાળકલાકાર સ્વીની. ફિલ્મના શૂટિંગ દરમિયાન તે 9 વર્ષની હતી
2005 માં અભિનયની શરૂઆત કરી
સ્વીનીએ 2005માં ટીવી શો ‘બા બહુ ઔર બેબી’ ટેલિકાસ્ટ સાથે બાળકલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તેણે વિદ્યા બાલન, અમિતાભ બચ્ચન અને શાહિદ કપૂર જેવા મોટા કલાકારો સાથે ‘પરિણીતા’, ‘ચીની કમ’ અને ‘પાઠશાલા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું.
સ્વીની છેલ્લે 2016માં રીલિઝ થયેલી સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ‘MS ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ભૂમિકા ચાવલાની બાળપણની ભૂમિકા ભજવી હતી.
‘એમએસ ધોની’ ફિલ્મના એક દ્રશ્યમાં સ્વીની. તેણે આ ફિલ્મમાં ધોનીની બહેનની ભૂમિકા ભજવી હતી.
બાદમાં એક્ટિંગ છોડીને વકીલ બની
આ સિવાય સ્વીનીએ ‘દિલ મિલ ગયે’ અને ‘જિંદગી ખટ્ટી મીઠી’ જેવા શો પણ કર્યા. આ સિવાય તે CIDના ઘણા એપિસોડમાં પણ જોવા મળી છે. અભિનય છોડ્યા પછી, સ્વીનીએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પ્રેક્ટિસ કરીને વકીલ બની. જ્યારે ઉર્વીશ એક બિઝનેસમેન અને એન્જિનિયર છે.