8 કલાક પેહલા
- કૉપી લિંક
2018માં MeToo મૂવમેન્ટ દરમિયાન બોલિવૂડ અભિનેતા આલોક નાથ પર ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા. હવે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં આલોક સાથે ‘હમ આપકે હૈ કૌન’ અને ‘પરદેસ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી હિમાની શિવપુરીએ આ મુદ્દે વાત કરી હતી.

હિમાનીએ જણાવ્યું કે એકવાર આલોકને દારૂ પીને હંગામો કરવા બદલ ફ્લાઈટમાંથી ઊતારી દેવામાં આવ્યો હતો.
‘હમ આપકે હૈ કૌન’ના સેટ પર હંગામો થયો હતો હિમાનીએ જણાવ્યું કે, સામાન્ય રીતે આલોક ઠીક રહે છે પરંતુ રાત્રે 8 વાગ્યા પછી તે બદલાય જાય છે. સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં હિમાની શિવપુરીએ કહ્યું હતું કે, ‘આલોક નાથ ભલે સેટ પર સારો વ્યવહાર કરતા હતા, પરંતુ દારૂ પીધા બાદ તેઓ સંપૂર્ણપણે બદલાઈ જતા હતા.’
અભિનેત્રીએ ‘હમ આપકે હૈ કૌન’ના શૂટિંગ દરમિયાન બનેલી એક ઘટનાને યાદ કરી, જેમાં અભિનેતાએ દારૂના નશામાં હંગામો મચાવ્યો હતો.

આલોક અને હિમાનીએ ‘હમ આપકે હૈ કૌન’, ‘પરદેસ’, ‘મુઝે કુછ કહેના હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ સહિત ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
‘પીધા પછી તે એક અલગ વ્યક્તિ બની જાય છે’ હિમાનીએ આગળ કહ્યું, ‘મેં તેની સાથે પહેલા પણ ઘણું કામ કર્યું છે અને તેના વિશે સૌથી મોટી વાત એ છે કે જ્યારે તે દારૂ પીતા નથી ત્યારે તે સંસ્કારી લાગે છે. તેમનું વ્યક્તિત્વ બિલકુલ જેકિલ અને હાઈડ જેવું છે.
એનએસડીમાં બનેલી એક ઘટનાને બાદ કરતાં, મને તેની સાથે ક્યારેય કોઈ સમસ્યા નહોતી. પરંતુ મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે થોડા ડ્રિંક્સ પછી તેઓ એક અલગ વ્યક્તિ બની જાય છે.

આલોકની છેલ્લી ફિલ્મ અજય દેવગન સ્ટારર ‘દે દે પ્યાર દે’ હતી.
એકવાર ફ્લાઇટમાંથી ઊતારી મૂકવામાં આવ્યા હતા
હિમાનીએ જણાવ્યું કે એકવાર ફ્લાઈટમાં દારૂ પીધા બાદ આલોક નાથ બેકાબૂ થઈ ગયા હતા. તેની પત્ની સાથે અભિનેત્રીએ પણ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સાવચેત રહેવાની અન્યથા તેમને ફ્લાઇટમાંથી ઊતારી મૂકવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, અભિનેતાને અગાઉ પણ એકવાર ફ્લાઇટમાંથી ઉતારી મૂકવામાં આવ્યો હતો.

વિનતા નંદા, આલોક નાથ અને નવનીત નિશાન
લેખક-નિર્માતા વિનતા નંદાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો 2018 માં, લેખક-નિર્માતા વિનતા નંદાએ આલોક પર બળાત્કારના આરોપો મૂક્યા હતા. આ સિવાય સંધ્યા મૃદુલ અને નવનીત નિશાન જેવી અભિનેત્રીઓએ પણ તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
ત્યારથી આલોક માત્ર બે જ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘દે દે પ્યાર દે’માં જોવા મળ્યો છે. હવે તે કોઈ ફંક્શનમાં પણ જોવા મળતો નથી.