મુંબઈ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે જાન્યુઆરી 2025માં ભારતમાં આવી રહ્યું છે. જાન્યુઆરીમાં યોજાનાર કોન્સર્ટનું બુકિંગ 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયું છે અને થોડી જ મિનિટોમાં બધા જ શૉ સોલ્ડ આઉટ થઇ ગયા. બુકિંગ દરમિયાન બુક માય શૉ એપ પર 24 લાખ યુઝર્સનો ટ્રાફિક હતો, જેના કારણે એપ ક્રેશ થઈ ગઈ હતી. ઘણા ફેમસ સેલેબ્સ પણ ટિકિટ બુકિંગ માટે વેઇટિંગ કયૂમાં હતા, જોકે તેઓ પણ ટિકિટ મેળવી શક્યા નથી. ફિલ્મમેકર કરણ જોહરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, પ્રિવિલેજ્ડ હોવા છતાં તે ટિકિટ બૂકિંગની તક ચૂકી ગયો હતો.
કરણ જોહરે કરી સોશિયલ મીડિયા પોસ્ટ
ટિકિટ બુક ન થતાં કરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ડિયર પ્રિવિલેજ, મને એ ખૂબ જ ગમ્યું કે કોલ્ડપ્લે અને ધ મિની કેલી (ફેશન બ્રાન્ડ) હંમેશા તમને જમીનથી જોડાયેલા રાખે છે. ડાર્લિંગ, તમને જે જોઈએ છે તે તમે હંમેશા મેળવી શકતા નથી.
ભારતમાં ક્યારે યોજાશે કોન્સર્ટ
તમને જણાવી દઈએ કે કોલ્ડપ્લે બેન્ડ ‘મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ’ વર્લ્ડ ટૂર માટે ભારત આવી રહ્યું છે. બેન્ડ 18, 19 અને 21 જાન્યુઆરીએ મુંબઈના ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. શરૂઆતમાં આ કોન્સર્ટ ભારતમાં માત્ર 2 દિવસ માટે યોજાવાનો હતો, જોકે ફેન્સનો ક્રેઝ જોઈને કોલ્ડપ્લેએ 2ને બદલે 3 દિવસ પરફોર્મ કરવાની જાહેરાત કરી છે.
રવિવારે બપોરે 12 વાગ્યે બુક માય શૉ એપ પર કોન્સર્ટનું બુકિંગ ખોલવામાં આવ્યું હતું, પરંતુ લાખો યુઝર્સના ટ્રાફિકને કારણે એપ ક્રેશ થઈ ગઈ હતી. આ પછી, બુક માય શૉમાં એક વેઇટિંગ કયૂ બનાવવામાં આવી, જેના દ્વારા યુઝર્સને વેઇટિંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. આ વેઇટિંગ લિસ્ટ લાખોની સંખ્યામાં હતું.
ટિકિટ રિ-સેલિંગ કિંમત 10 લાખ રૂપિયા સુધી પહોંચી
ભારતમાં કોલ્ડપ્લેના કોન્સર્ટની ટિકિટની કિંમત રૂ. 2500 થી રૂ. 35 હજારની વચ્ચે છે, જો કે હવે તે જ ટિકિટો ફરીથી વેચાણમાં રૂ. 10 લાખ સુધી વેચાઈ રહી છે. મિન્ટના રિપોર્ટ અનુસાર, 3500 રૂપિયાની લાઉન્જ ટિકિટ હવે અન્ય સાઇટ્સ પર 10 લાખ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.